સ્વસ્થ સમાજ એ જ અંતિમ લક્ષ સાથે સૌને માનસિક શાંતિ પ્રાપ્ત થાય તેવી અસ્તિત્વ પાસે બે હાથ જોડીને કરબધ્ધ પ્રાર્થના કરતાં માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામબાપુ.
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામબાપુની દેખરેખ, પિતાતુલ્ય વાત્સલ્યસભર સંભાળ સાથે અહીં અનેક મનોરોગી બહેનોની સાર સંભાળ થઈ રહી છે. રસ્તે રખડતાં ભટકતા મનોરોગી બહેનોની આ આશ્રમમાં ખૂબ સ્નેહપૂર્વક નિસ્વાર્થ ભાવે કેવળ પ્રભુ પ્રસાદ સમજીને માવજત કરવામાં આવે છે. અને એ પણ તદ્દન નિશુલ્ક. સમય તો એક ચક્રની માફક ફેરફદુડી ફરતો રહે છે. યાદ રહે છે સંભારણાઓ આ ૨૦૨૩ના અંતિમ દિવસે નવા વર્ષનું પ્રભાત સર્વો માટે સુખદાયી, ફળદાયી અને નિરોગી રહે તેમજ સર્વોને માનસિક સુખ શાંતિ પ્રદાન કરતું રહે એવી શુભેચ્છા સાથે સમાજમા જેનું તુચ્છકારભર્યું સ્થાન છે એવા મનોરોગી બહેનોની આ આશ્રમમાં આદર સ્નેહ સાથે જીવનનું સિંચન કરવામા આવી રહ્યું છે. આ માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામ બાપુની નિશ્રામાં પ્રતિદિન રામાયણનો પાઠ કરીને મનોરોગી બહેનોના આક્રમક વર્તનમાં પણ ચમત્કારિક પરિવર્તન લાવી રહ્યા છે. નવા વર્ષનાં પ્રારંભકાળે આપણે સૌ સાથે મળીને એવી પ્રતિજ્ઞા લઈએ કે આ દેવભૂમિ ભારતવર્ષમાં હવે કોઈ મનોરોગી રસ્તા પર ભટકશે નહીં..
Recent Comments