સાવરકુંડલા તાલુકાના ઇંગોરાળા-મેકડા ગામની વચ્ચે નોન પ્લાન રસ્તાનું નાળુ બનાવવામાં આવેલ. આ નાળાનું કામ અતિ નબળું હોવાની અને નાળુ બનાવવાનું કામ રૂા. ત્રણ લાખના ખર્ચે બનાવવાનું હોવા છતાં નાળાનું કામ નબળી ગુણવતાનું બનાવેલ હોવા અંગેની ફરિયાદ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણ લાખના ખર્ચે કોન્ટ્રાક્ટર દ્વારા બનેલ આ નાળાને તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરી સારી ગુણવત્તા વાળું આ નાળુ બનાવવાનો હુકમ કરવામાં આવ્યો છે
સાવરકુંડલાના મેકડા ગામે નાળુ બનાવવાના કામમાં નબળી ગુણવતા સામે આવતા તંત્ર દ્વારા તોડી પડાયું

Recent Comments