સાવરકુંડલાના રઘુવંશી યુવા અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સાવરકુંડલા રઘુવંશી સમાજ અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂનો જન્મદિવસ હોવાથી સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ઘનશ્યામભાઈ મશરૂ અનેક સંસ્થાઓ સાથે જોડાઈ તન મન ધનથી સેવા કરતા જોવા મળે છે. સાવરકુંડલા પંથકના નાનામાં નાના વેપારીઓને જીઆઇડીસીમાં લાભ મળે એ માટે સરકારને વારંવાર ધારદાર રજૂઆત કરી અને સફળતા મેળવી. સમાજમાં પોતાના કર્મોથી પોતાની ખ્યાતિ પ્રસ્થાપિત કરી છે એવા ઘનશ્યામભાઈ મશરૂનો જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા શહેર ઉપરાંત બહારગામના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો પાઠવવામાં આવી છે. પોતે સ્પષ્ટ વક્તા હોય રઘુવંશી સમાજના ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.
Recent Comments