સાવરકુંડલાના રત્ન કલાકારોનું પીજીવીસીએલના અલ્ટીમેટમ
સાવરકુંડલા શહેર ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ડોબરીયા, કારખાનેદાર પ્રતિનિધિઓ દ્વારા આજે પીજીવીસીએલ મુખ્ય કચેરીએ ઘેરાવ કરી અને અનિયમિત વીજ પુરવઠા બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી અમરેલી થી ખાસ પધારેલા જિલ્લાના ઉચ્ચ અધિકારી ને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે અનિયમિત વિજ પૂરવઠાને કારણે કારીગરો અને કારખાનેદારો બંનેને નુકસાન થાય છે તેમજ પીજીવીસીએલ વિભાગ તરફથી સાવરકુંડલા શહેરમાં અનેક સ્થળોએ લટકતા તાર છે તો ક્યાંક વીજળીની પેટીઓ ખુલ્લી છે, તો ક્યાંક વીજ તારની નજીક વૃક્ષો આવી ગયા છે. આમ વિવિધ પ્રશ્નોને લઈને રત્નકલાકારો અને ડાયમંડ એસોસિએશન પ્રમુખ કરસન ડોબરીયા તરફથી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. સાથોસાથ આઠ દિવસની અંદર આ વીજળીનો પ્રશ્ન નહિ ઉકેલવામાં આવે તો દસ હજાર કારીગરો વીજ કચેરી આવી કચેરીના ઘેરાવ ઉપર છે તેની જવાબદારી જિલ્લાના મુખ્ય અધિકારી ની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી
Recent Comments