સાવરકુંડલાના રાજમાર્ગો પર નીકળી લોકસભાના ઉમેદવાર તરફે ભાજપની ભવ્ય બાઇક રેલી
અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર દ્વારા આજે બાઈક રેલી દ્વારા પ્રચાર પ્રસારનો શુભારંભ સાવરકુંડલા ખાતેથી કરીને સત્વ અટલધારા કાર્યલાય નજીક વિજય વિશ્વાસ સંમેલન દિલીપ સંઘાણી અને નારણ કાછડીયાની વિશેષ ઉપસ્થિતી વચ્ચે યોજાયું હતું સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લી જીપમાં બે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી અને નારણ કાછડીયા ની વચ્ચે ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા એ અભિવાદન જીલ્યું હતું ને કાર્યકર્તાઓની વિશાળ ફૌજ દ્વારા ભવ્ય બાઇક રેલી મારફતે નીકળી હતી બાદ મળેલા વિજય વિશ્વાસ સંમેલન માં અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો હતો ને નારણ કાછડીયાએ ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મારો એકપણ કોલ કોઈ કાર્યકર્તા પર જાય તો હું જાહેર જીવન છોડી દેશ તેવો રણટંકાર નારણ કાછડીયાએ કર્યો હતો અને ભાજપના કમળ ને દિલ્હી મોકલવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો
જ્યારે દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી બે પૂર્વ સાંસદ વચ્ચે ભરત સુતરીયા ને ભાવિ સાંસદ ગણાવ્યા હતા ને કોંગ્રેસ દ્વારા થતા અપપ્રચારને લઈને અસંતુષ્ટ ની વાતોનો છેદ દિલીપ સંઘાણીએ ઉડાવીને એકતાની પરિબળ જાહેર મંચ પર બિરજ્યું હોવાનુ જણાવ્યુ હતું જ્યારે દિલીપ સંઘાણી અને મહેશ કસવાળાએ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે મતદાન કરવા સગા સંબંધીઓને અપીલ કરી હતી જ્યારે સાવરકુંડલા ના આંગણે મળેલા વિજય વિશ્વાસ સંમેલન માં ધારાસભ્ય મહેશ કસવાળા ખીલી ઉઠ્યા હતા ને બધી નરેન્દ્ર મોદીની નકલ કરવા અંગે રાહુલ ગાંધી પર નિશાન મહેશ કસવાળાએ તાંક્યું હતું ને એક હજાર ઉપરાંતના સંનિષ્ઠ કાર્યકરો એ લોકસભામાં અમરેલીનું કમલ ભરત સુતરીયાના રૂપે દિલ્હી મોકલવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરીયા, હીરાભાઇ સોલંકી, જનક તળાવીયા, શહેર ભાજપ, તાલુકા ભાજપ અને લીલીયા ભાજપ સાથે નવનિયુક્ત થયેલી મહિલા મોરચાની બહેનોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.
Recent Comments