સાવરકુંડલા નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે ને દરેક વિસ્તારો સુંદર અને રળિયામણા બની રહે તેવા હેતુને સાર્થક કરવાના ધ્યેય સાથે ધારાસભ્ય મહેશ કસવાળાએ નાવલી નદીની મુલાકાત કરી હતી ને સ્વચ્છતા મિશનની સમીક્ષા કરી હતી ને જરૂરી સૂચનો કર્યા હતા સાવરકુંડલા શહેરમાં પાલિકા દ્વારા સ્વચ્છતાનો શુભ સંદેશ સાથેની કામગીરી ભાજપ શાસિત પાલીકા દ્વારા આરંભ થયેલ હોય ને શહેરની શોભા ગણાતી નાવલી નદી પર રિદ્ધિ સિદ્ધિ ચોકમાં પુલની ચારે તરફ રેલીંગ કરીને લાઈટીંગ કરીને
દીપાવલીના તહેવારોમાં ચાર ચાંદ લાગે તેવી નાવલી નદી સુશોભિત કરવાના ધ્યેય સાથે ધારાસભ્ય મહેશ કસવાળાએ જરૂરી સૂચનો કર્યા હતા ધારાસભ્ય સંગાથે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને સૂચન કર્યું હતું ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી , કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ અને પાલિકાના સદસ્યો સહિત સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ સાવજ, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ સહિતના ભાજપના અગ્રણીઓએ દિવાળી પહેલા લાઈટિંગ તેમજ નવી રેલિંગની તેની કામગીરી પૂર્ણ થઈ જશે આ દરમિયાન સદગુરુ નાસ્તાગૃહ અને સોડા સેન્ટરની મુલાકાત લઇ વેપારીઓના પ્રતિભાવ પણ જાણવાનો પ્રયાસ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કર્યો હતો અને સહિયારા પરિશ્રમ દ્વારા સ્વચ્છ સાવરકુંડલા થકી સ્વસ્થ-રળિયામણું સાંવરકુંડલાના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવીને તહેવારોમાં દરેક વેપારીઓ અને નાના ધંધાર્થીઓને ધંધા રોજગાર સારા ચાલે ને સ્વદેશી વસ્તુઓ જ લેવાનો આગ્રહ રાખીએ જેથી લોકલ ફોર વોકલ મુજબ પૈસા નાના ધંધાર્થીઓને મળે ને વેપાર રહે તેવો અનુરોધ ધારાસભ્ય કસવાળાએ કર્યો હતો.
Recent Comments