સાવરકુંડલાના લોકગાયિકા રેખાબેન વાળાનુ મુંબઈ ખાતે લોર્ડસ ઓફ ટ્રેન્ડઝ દ્રારા ચાલુ વર્ષના સારા કાઠિયાવાડી ગાયકનો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ. રેખાબેન વાળાને આ અમૂલ્ય એવોર્ડ મળતાં તેમના ચાહકવર્ગ દ્રારા શુભેચ્છાઓનો ધોધ વરસ્યો. સંગીત ક્ષેત્રે આવડી મોટી સિધ્ધિ મળતાં તેમના પરિવારમાં પણ ખુશીની લહેર પ્રસરી..આમ સાવરકુંડલા શહેરનું લોકગીતોના ક્ષેત્રે પણ એક મોટું ગુંજતું નામ ગૌરવાન્વિત થતાં રેખાબેન વાળાને સાવરકુંડલાવાસીઓ હરખથી વધાવી રહ્યા છે.
સાવરકુંડલાના લોકગાયિકા રેખાબેન વાળાનું મુંબઈ ખાતે લોર્ડસ ઓફ ટ્રેન્ડઝ દ્વારા ચાલુ વર્ષના સારા કાઠિયાવાડી ગાયિકાનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો

Recent Comments