સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા ગતરોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ જાહેરમાં શબ્દ ગુચ્છથી અભિવાદિત કરવામાં આવેલ
તો પત્રકાર સૂર્યકાંત ચૌહાણ અને કેતન બગડા દ્વારા પુષ્પગુચ્છને સથવારે મહેશભાઈને અભિવાદિત કરવામાં આવ્યા.. જો કે આ અભિવાદન એટલે લોકલાગણીનો સકારાત્મક પ્રતિસાદ ગતરોજ સાવરકુંડલા ખાતે સાવરકુંડલા ધારાસભ્યની કાર્યાલય પાસે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને અભિવાદિત કરવાનો કાર્યક્રમ યોજાયો.. રિવાજ અહીં થોડા નોખા, અમારે મન શબ્દો એ જ કંકુ ચોખા, લાગણીઓની ભાષા એક છે,જન સેવા એ જ જનપ્રતિનિધત્વનો નારો અને મન પણ થશે સૌના ચોખ્ખા. ગતરોજ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની કાર્યાલય પાસે આવેલ જગ્યામાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજાયો.
અભિવાદનની અનોખી રીતોના દર્શન થયાં કોઈએ સૂતરની આંટી પહેરાવી અભિવાદન કર્યું, તો કોઈએ પ્રતિમા અર્પણ કરીને, તો કોઈએ પુષ્પગુચ્છથી, તો કોઈએ હાર પહેરાવીને, તો કોઈએ શાલ ઓઢાડીને તો કોઈએ શબ્દપુષ્પ દ્વારા મહેશભાઈ કસવાલાનું જાહેરમાં વિશાળ જનસમુદાય વચ્ચે અભિવાદન કર્યું. દરેકની અલગ અલગ રીતો હતી પરંતુ લાગણી સત્કારની સૌની જાણે એક છે અભિવાદનનો મુખ્ય સૂર એ હતો કે મહેશભાઈ હવે ઘોર અંધકાર ખત્મ થશે અને અરુણું પ્રભાત સાવરકુંડલા નિહળશે. સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ મહેશભાઈને દોઢ વર્ષ પૂર્વે એક ઇન્ટરવ્યૂમાં નાવલીના સંદર્ભે પ્રશ્ર્ન પૂછ્યો હતો અને તે સવાલનો જવાબ હવે મૂર્ત સ્વરૂપ ધારણ કરવાની સ્થિતિમાં છે. નાવલી પુનર્જીવિત થશે.. ખળખળ વહેતી થશે એવું હવે લાગે છે.
Recent Comments