સાવરકુંડલાના વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર ની લારી માં લીલી મકાઈ, જુવાર ની નિરણ ભરી રઝળતી ગાયો, નંદીજી, વાછરડા, બીમાર તથા અશક્ત અને બીન માલીકીના ગૌવંશોને દરેક વિસ્તારોમા જઈ જઈ દાતા નરસિંહભાઈ ડોબરીયા દરેડવાળા હાલ.મુંબઈ તરફથી અર્પણ કરવામાં આવે છે.
છેલ્લા ઘણા સમયથી શહેરમાં શિવાજીનગર, ભુવા રોડ, જેસર રોડ, ઝીંઝુડા ગેટ, ગાયોના ગોંદરે, શ્રમજીવી નગર, સરદાર ભવન, ગુરૂકુળ પાસે વગેરે વિસ્તારમાં જ્યાં રઝળતી ગાયો અને ગૌવંશો હોય ત્યાં રાત્રીના સમયે જઈ જઈ લીલી મકાઈ, જુવાર ની નિરણ નાખવામાં આવી રહી છે આજીવન ગૌસેવાના ભેખધારી સાવરકુંડલા નિવાસી જયેશભાઈ માટલીયા હાલ મુંબઈ દ્વારા ગૌસેવકો અને સેવાભાવી યુવાનો ની ટીમ બનાવી ટ્રેકટરની ટ્રોલી માં સો મણ લીલો ચારો ભરી અલગ અલગ વિસ્તારમાં રઝળતી ગાયો ને નાખવામાં આવે છે. આખો દિવસ ઠેર ઠેર ખોરાકની શોધમાં ફરતા ગૌવંશ ભૂખથી કચરો, પ્લાસ્ટિક ના ખાઈ માટે રાત્રીના સમયે તેમને અલગ અલગ જગ્યાએ જઈ જઈ નિરણ નાખવામાં આવી રહી છે. રાત્રીના સમયે વાહનોની અવરજવર ઓછી હોવાથી ટ્રાફિક સમસ્યા પણ થતી નથી માટે ગાયો શાંતિથી નિરણ આરોગી શકે છે. છેલ્લા ઘણા સમયથી ચાલતી આ પ્રવૃત્તિમાં અમિતગીરી ગોસ્વામી, પ્રતાપભાઈ નાગબાપુ ખુમાણ, ભીખેશ જેઠવા, અલ્પેશ કારીયા વિનુભાઈ ભરવાડ વગેરે સેવાભાવી યુવાનો દ્વારા ગૌસેવાની સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે.
સાવરકુંડલા નિવાસી અને હાલ મુંબઈ રહેતા જીવદયા પ્રેમી જયેશભાઈ માટલીયા એ તેમના મિત્ર નરસિંહભાઈ ડોબરીયા દરેડ વાળા હાલ મુંબઈ ને ગૌ સેવા વિશે માહિતી અને ખ્યાલ આપતા નરસિંહભાઈ દ્વારા લાખો રૂપિયા ઉપરાંતનું ગૌ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ અને ગૌશાળામાં આર્થિક સહયોગ તથા રઝળતી ગાયો નો ખોરાક પૂરો પાડવાની પ્રવૃત્તિને છેલ્લા ઘણા સમયથી તન મન ધનથી સહયોગ કરી રહ્યા છે.
ટ્રેક્ટરની ટ્રોલીમાં નિરણ ભરી અલગ અલગ વિસ્તારમાં જઈ સેવાભાવી યુવાનો દ્વારા આલે ગાય ગાય ગાય અને ઓવ ઓવ ઓવનો અવાજ કરતાં જ ગૌવંશ દોડી દોડી એકઠા થઇ જાય છે અને લીલો ચારો આરોગે છે માત્ર અવાજ સાંભળીને ખાંચા ગલી સોસાયટી માંથી ગૌવંશો એકઠા થવા લાગે છે.
Recent Comments