સાવરકુંડલાના વીજપડી ખાતે વી.ડી.નગદીયા હાઈસ્કૂલમાં ટ્રાફિક સેમિનાર અને ટ્રાફિક વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે આવેલ સુપ્રસિધ્ધ વી.ડી.નગદીયા હાઈસ્કૂલમાં ટ્રાફિક સુરક્ષા પર ટ્રાફિક વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા અને ટ્રાફિક સેમિનાર યોજાયો હતો હાઈસ્કૂલના વિધાર્થીઓએ ટ્રાફિક સુરક્ષાના નિયમોના પાલન અંગે વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા અમરેલી આર.ટી.ઓ કચેરી દ્વારા સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ ખાતે આવેલ વી.ડી. નગડિયા હાઇસ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ અને સુરક્ષા સેમીનાર યોજાયો હતો ગુજરાત સરકારના ટ્રાફિક સુરક્ષા અને જાગૃતિ અભિયાન અંતર્ગત નગદિયા હાઇસ્કૂલ ખાતે ટ્રાફિક પી.એસ.આઈ. વી.વી.ગોહિલ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એમ.વી.શાહ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ખીમાણીની ઉપસ્થિતિમાં ટ્રાફિક સુરક્ષા અને જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ટ્રાફિક સુરક્ષા પર વકૃતત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિધાર્થી ઓને પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબરો આપી ઈનામોં અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યો હતો તેમજ ટ્રાફિક ઝુંબેશ અને સલામતી પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિધાર્થી ભાઈ બહેનો દ્વારા ટ્રાફિક નિયમો પર એક ગીત દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો આર.ટી.ઓ. અધિકારી વી.વી.ગોહિલ તેમજ એમ.વી. શાહ ટ્રાફિક સુરક્ષા અને જાગૃતિ પર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી તેમજ સહુને ટ્રાફિક સુરક્ષાના નિયમોના પાલન અંગે શપથ લેવડાવ્યા હતા તેમ વીજપડી ગામના યુવા અગ્રણી પિયુષ જોગરાણા ની યાદી જણાવેલ.
Recent Comments