fbpx
અમરેલી

સાવરકુંડલાના વૈદ્યને દિલ્હી મુકામે મેજીક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત થયો

સાવરકુંડલાના વૈદ્ય બલભદ્ર મહેતાને દિલ્હી મુકામે મેજિક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નિસંતાન દંપતિઓને આયુર્વેદિક પદ્ધતિ અને કાઉન્સિલિંગ દ્વારા સંતાન પ્રાપ્તિ કરાવવા માટે મેજિક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ૨૦૨૩ નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેઓને દિલ્હી મુકામે મેજિક બુક ઓફ રેકોર્ડ-૨૦૨૩ આપવામાં આવ્યો હતો. જેમાં હરિયાણાના ગવર્મેન્ટ ડોક્ટર એ.કે. ગુપ્તા તથા સુપ્રીમ કોર્ટના એડવોકેટ અન્સારી તથા હરિયાણા ગવર્મેન્ટના પ્રતિનિધિ રાજીવ સર અને સર્વ માંગલ્ય એનજીઓના ચેરમેન દીપ્તિ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ 2023 નિ:સંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ કરાવવા બદલ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં સૌથી વધારે આયુર્વેદ અને કાઉન્સિલિંગ દ્વારા આ નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરનાર વૈદ્ય બલભદ્ર મહેતા પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. આગામી દિવસોમાં થાઈલેન્ડ ગવર્મેન્ટ અને થાઈલેન્ડ મેડિકલ એસોસિએશન દ્વારા થાઈલેન્ડ મુકામે યોજનાર ઈન્ટરનેશનલ આયુર્વેદ વર્લ્ડ કોન્ફરન્સમાં પણ તેઓ ભાગ લેશે.

Follow Me:

Related Posts