સાવરકુંડલા શહેરની સંસ્કૃતિની ઓળખ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા પ્રાથમિક વિદ્યાલયમાં આજરોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજરોજ શાળાના જ વિદ્યાર્થીઓએ વિવિધ શૈક્ષણિક વિષયોનું શિક્ષણ કાર્ય કરેલ. આ તકે શાળાના આચાર્યા શ્રી અર્ચનાબેન કણકોટિયાએ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમના સુંદર શિક્ષણકાર્ય બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શાળાના તમામ કર્મચારીગણે પણ આ શિક્ષક દિન નિમિત્તે બાળકો દ્વારા અપાતા સ્યંમ શિક્ષણનું ખૂબ બારિકાઈથી નિરિક્ષણ કરેલ. સમગ્ર શિક્ષણ કાર્ય દરમિયાન સંપૂર્ણ સ્યંમ શિસ્ત જોવા મળેલ.
સાવરકુંડલાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય ખાતે શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી.

Recent Comments