સાવરકુંડલા માં સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે અગ્રેસર એવા સદભાવના ગૃપ દ્વારા ૮ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. જેમાં બ્લડ હેલ્પ લાઇન, મેડિકલ સાધન સહાય, એમ્બ્યુલન્સ સેવા, મોક્ષરથ, ઓક્સિજન કીટ, ડેડ બોડી ફ્રીઝર, અંતિમ ક્રિયા કીટ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ગૃપ દ્વારા છેલ્લા ૧૭ વર્ષોથી પ્રતિ વર્ષ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ગત રોજ ગણપતિદાદાને છપ્પન ભોગ ધરાવવામાં આવેલ. સાથો સાથ સાવરકુંડલાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિ રજુ કરવામાં આવેલ. જેમાં રાસ-ગરબા, નૃત્ય, કૃષ્ણ ભગવાનનું કાળીનાગ દમન, ગણેશજીની શિવ-પાર્વતી પરિક્રમા જેવી કૃતિઓ એ ઉપસ્થિત હજારોની જનમેદની મંત્રમુગ્ધ કરી હતી. આ કાર્યક્રમમાં દર્શનાર્થે મહાનુભાવો તેમજ દાતાઓની સાથે આશરે ૮ થી ૧૦ હજાર જેટલી જનમેદની ઉમટી પડી હતી. ગણેશ પંડાલમાં અયોધ્યા ખાતે તાજેતરમાં સ્થાપિત થયેલ રામલલ્લાની આબેહૂબ પ્રતિમા દર્શનાર્થે રાખવામાં આવેલ છે. આગામી દિવસોમાં લખપતિ ગણપતિ દર્શન, વ્રજ વિહાર ગોકુળ, મથુરા, જતીપુરા ના દર્શન, રંગોળી ડેકોરેશન, મહા રક્તદાન કેમ્પ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે.
સાવરકુંડલાના સદભાવના ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ માં છપ્પન ભોગ દર્શનતેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

Recent Comments