fbpx
અમરેલી

સાવરકુંડલાના સહકારી શિરોમણી દીપક માલાણીનુંએનસીયુઆઈની સમિતિમાં વરણી બદલ સન્‍માન

ભાવનગર ડિસ્‍ટ્રીકટ કો.ઓપ.બેંક લી.ના ડીરેકટર અને સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણીની રાષ્ટ્રીય લેવલની સંસ્‍થા નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્‍ડીયા (દહગય)ની કો-ઓપરેટીવ એજયુકેશન કમીટીના ચેરમેન તરીકે નિમણૂક થતા ભાવનગર ડી.કો.ઓપ.બેંકની સાવરકુંડલા શાખાના કર્મચારીઓએ પુષ્‍પગુચ્‍છ આપી મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્‍યા. જેમા સાવરકુંડલા તાલુકા આસી. મેનેજર આર.બી.મકવાણા, બ્રાંચ મેનેજર એન.એમ.દવે તથા બી.ડી. રાઠોડ, બ્રાંચ એકાઉન્‍ટન્‍ટ બી.બી.પંડયા, કેશીયર એ.આર.ખોખર, તથા કર્મચારીઓ વાય.બી. ધાધલ, બી.એમ.પટેલ, એમ.કે. ત્રિવેદી, વી.કે. ધામેલિયાએ અભિનંદન પાઠવેલ છે.

Follow Me:

Related Posts