સાવરકુંડલાના સાધના સોસાયટી વિસ્તાર ખાતે શાળા નંબર (૯) માં અમી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અમદાવાદની પ્રખ્યાત સેલ્બી હોસ્પિટલ દ્વારા ઘૂંટણ (વા) અને સાંધાના દર્દીઓ માટેની શુલ્ક નિદાન કેમ્પ યોજાયો .
૨૦૦ જેટલા હાડકાના દર્દ વાળા પીડિતોને તપાસ કરાયા. મુસ્લિમ ધર્મગુરુ દાદાબાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમી ચેરીટેબલ ટ્રસ્ટનુ સફળ આયોજન. બહોળી સંખ્યામાં દર્દીઓ એ વિના મૂલ્યે કેમ્પનો લાભ લીધો આજ રોજ સાવરકુંડલા ખાતે અમદાવાદના નિષ્ણાત ડોકટરો દ્વારા હાડકાના દર્દથી ત્રાહિમામ પોકારી ગયેલ લોકોને વિના મૂલ્યે સારવાર અને દવાઓ આપી ૨૦૦ જેટલા દર્દીઓના ચેકઅપ કરાયા હતા ખાસ કરીને સાવરકુંડલા ખાતે યોજાયેલ કેમ્પમાં મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સરકાર દાદાબાપુ કાદરીએ આ કેમ્પની મુલાકાત લઈ અમી ચેરીટેબલ ટ્રસ્ટના ગફારભાઈ જાદવ અને અહમદાબાદની સેલ્બી હોસ્પિટલના તમામ નિષ્ણાત ડોકટરોની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા સાથે તબીબો અને ટ્રસ્ટના સેવાભાવી દ્વારા પૂજનીય દાદાબાપુનુ સન્માન કર્યું હતુ આ આયોજનને સફળ બનાવવા અમી ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવાભાવી ઈદરીસભાઈ જાદવ કાઉન્સિલર રાજેભાઇ .ટકાભાઈ ચૌહાણ રફિકભાઇ ચૌહાણ સાથે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Recent Comments