fbpx
અમરેલી

સાવરકુંડલાના સીમરણ ગામે ૩૬ માળ અઠ્ઠાવન ફૂટ ઊંચાઈ ધરાવતો પક્ષીઓ માટે નો ભવ્ય ચબૂતરો બનાવવામાં આવ્યો

 
સાવરકુંડલા તાલુકાનું સીમરણ ગામમાં ગામ લોકોના સહિયારા પ્રયાસથી ગામના રામજી મંદિર ની બાજુ માં એક ભવ્ય પક્ષીઓ માટે ચબુતરો બનાવવા માં આવ્યો છે કપરા ઉનાળાના સમયમાં માણસ ને રહેવું  પણ મુશ્કેલ બનતું હોય છે ત્યારે પક્ષીઓને રહેવા માટે મુશ્કેલી પડતી હોય છે નદીના કિનારા વૃક્ષોની ડાળીઓ અને પહાડો પર પંખીઓ પોતાના માળા બાંધી એને રહેતા હોય છે પણ સૌરાષ્ટ્રમાં સેવાની તાસીર તો કંઈક અલગ જ છે જ્યાં અબોલ પશુઓને પંખીઓ માટે પછી ગામડું હોય કે શહેર તેમાં સેવાકીય પ્રવૃત્તિ સતત જ્યોત ઝળહળતી રહે છે નાનકડા એવા સીમરણ ગામ માં ગામલોકોના સહકારથી સાત લાખ રૂપિયાના ખર્ચે પક્ષીઓ માટે ભવ્ય ચબુતરો બનાવવામાં આવ્યું છે 36 માળ નો ચબુતરો અઠ્ઠાવન ફૂટ ઊંચાઈ ધરાવે છે એક માળ 10 ઘર બનાવવામાં આવેલ છે ત્યારે  36 માળ માં 360 જેટલા ઘર પક્ષીઓના બનાવવામાં આવ્યા છે એક ઘરની અંદર પાંચ જેટલા પક્ષીઓ આરામથી રહી શકે છે ત્યારે નાનકડા એવા સિમરણ ગામ હજારો પક્ષીઓને રહેવા માટે નું ભગીરથ કાર્ય ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે

Follow Me:

Related Posts