સાવરકુંડલાના સૂરજવડી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની ધીમી આવક શરુ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે આવેલી સૂરજવડી નદી ઉપર સૂરજવડી સિંચાઈ યોજનામાં તેની ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા કરતા વધુ સપાટી ભરાઈ ગઈ છે. આથી હાઈએલર્ટ કરવામાં આવે છે કે, હાલ જળાશયમાં પાણીની ધીમી આવક શરુ હોય આ જળાશય ગમે તે સમયે ઓવરફલો થઈ શકે છે. નીચાણ વાળા વિસ્તારના દોલતી અને ધાંડલા ગામ વિસ્તારમાં લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના આપવામાં આવે છે.
Recent Comments