અમરેલી

સાવરકુંડલાના સેંજળ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પેશન્ટ સેફટી વિકની ઉજવણી કરાઈ.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પિયાવાના સેંજળ ગામની પ્રાથમિક શાળા ખાતે આયુષ્માન ભવ: અંતર્ગત પેશન્ટ સેફ્ટી વીકની ઊજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમા ભાવનગર આર.ડી.ડી. કક્ષાએમાંથી આવેલા આર.પી.સી.સાહેબના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કોમ્યુનટી હેલ્થ ઓફિસર જાગૃત્તભાઇ ચૌહાણ દ્વારા પેશન્ટ સેફ્ટી વીક નિમિત્તે સેંજળ પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કર્યું અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ સમગ્ર કાર્ય્રક્રમ સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકો તથા આરોગ્ય સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી જે યાદીમાં જણાવેલ છે.

Related Posts