સાવરકુંડલામાં અડધી રાતનો હોંકારા સમાં સેવાભાવી યુવાન પિન્ટુ મલેકને સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખપદે આરૂઢ કરવાની હાલ મુસ્લિમ સમાજમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે પિન્ટુ મલેક એટલે નાનામાં નાનો બાળક નાનામાં નાનો માણસ આ નામથી વાકેફ છે સેવા એ જ પરમો ધર્મને પોતાની ફરજ સમજતા પિન્ટુ મલેક ગરીબોના બેલી છે અને સમસ્ત મુસ્લિમ સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. લોકોની સેવા કરવી ગરીબોને, ભુખ્યાને, સાધુ સંતો ફકીરોને ખવરાવીને ખાવું તેવી નેમ આ યુવાને લીધી છે.
અહીં સાવરકુંડલાના અતિ પછાત મુસ્લિમ લોકોને પોતાના ખર્ચે જાત્રા અજમેર શરીફની કરાવી નાની ઉંમરે આ મોટી પહેલ કરી અનેક લોકોની મનની મુરાદ પુરી કરી હતી ત્યારે સતત લોકો ગરીબો વચ્ચે રહી મોટા કુટુંબના હોવા છતાં નાના બની લોકોનું દુઃખ સમજતા પિન્ટુ મલેકને સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે આરૂઢ કરવા પ્રબળ માંગ ઉઠી છે અહીં પિન્ટુભાઈ અને તેમના ચાહકો તેવા તેમના સમર્થકો અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ૭૨ પાનાંનો સમર્થનવાળો પત્ર સિપાહી સમાજના પ્રમુખને બંધારણીય નિયમ મુજબ રજૂ કરી પોતાની દાવેદારી નોંધાવી હતી ત્યારે હાલ સમગ્ર સમાજમાં પિન્ટુભાઈને મુસ્લિમ સમાજના પ્રમુખ બનાવવા પ્રબળ માંગ ઉભી થવા પામી છે . ત્યારે જો પ્રમુખપદે પિન્ટુ મલેક આરૂઢ થાય તો સમાજને સૌથી નાની વયનો યુવાન પ્રમુખ મળે તેવી આશા સેવાઇ રહી .જેથી ગરીબોના અને ખાસ કરી સમાજના લોકોના દિન દુખિયાના કાર્યો સારી રીતે થઈ શકે ……
Recent Comments