સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને ખેતીમાં આશીર્વાદ રૂપ નર્મદાની સૌની યોજના નું પાણી મળી રહે તે માટે તત્પર ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અથાગ પ્રયત્નોને સાકાર સ્વરૂપ આપવા માટે આજે સૌની યોજનાંના ભાવનગર કાર્યપાલક ઇજનેર ગજેરા, ડેપ્યુટી કાર્યપાલક ઇજનેર સરવૈયા સાથે અમરેલી સિંચાઇ વિભાગના ડેપ્યુટી ઇજનેર કંણજારીયા, એસ.ઓ. સેઝું અને સાવલીયા દ્વારા સૌની યોજનાના પાણી પુરતા ફોર્સ અને કોઈપણ જાતની ટેકનિકલ ક્ષતિઓ ના રહે તે અંગે અધિકારીઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું
ને સ્થળ પર વીઝીટ કરીને બંને ડેમો પર સૌની યોજના નું પાણી ડેમમાં ઠલવાઈ અને ખેડૂતોને હરિયાળી ક્રાંતિ સર્જવાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના સ્વપ્નોને સાકાર કરવાના દ્રઢ નિર્ણય સાથેના રાજ્ય સરકાર માંથી લાવેલી ગ્રાન્ટ ની ટાઇમ લિમિટ માં કાર્ય પૂર્ણ કરવાની ધગશ અને સતત ફોલોપ લઈને ચોકસાઈ પૂર્વકની કામગીરીઓ થાય તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને ભાજપની ટીમ દ્વારા આજે હાથસણી ડેમ અને સૂરજવડી ડેમની વીજીટ અધિકારીઓ સંગાથે તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, પાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન કિશોર બૂહા, ભાજપ અગ્રણી નિલેશભાઈ કચ્છી અને સંજયભાઈ બરવાળીયા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહીને જરૂરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન અંગે ધારાસભ્ય કસવાળાને સમગ્ર હક્કિક્તથી વાકેફ કર્યા હતા ને સૌની યોજના નું પાણી બન્ને ડેમો સુધી પહોંચવામાં કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય તેની ખાસ સ્પેશ્યલ ટીમની મુલાકાતની સૌની યોજના ટુંક સમયમાં સાવરકુંડલા વિસ્તારોના ખેડૂતોના સ્વપ્નો સાકાર થાય તેવા અભિગમને ખેડૂતોએ વધાવી છે ને ધારાસભ્ય મહેશ કસવાળાને ખેડૂતોએ અંતરના આશીર્વાદ આપ્યા છે.


















Recent Comments