તૌકતે વાવાઝોડા પછી હાથસણી ગામ ખૂબ મોટા પ્રમાણમાં ગામ લોકોને ઘરે નુકસાન થયેલ હતું હાથસણી ગામ માં પાવર સપ્લાય પણ બંધ થઈ ગયેલ હતો તેવા સમયે છેલ્લા 12 દિવસ થી ગામના સેવાભાવી યુવાન કનુભાઈ ખુમાણ દ્વારા પોતાની વાડીમાં મશીન મારફત આખા ગામને પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છે આ કપરા સમયમાં અનોખી સેવા તેમના દ્વારા ગ્રામજનોની કરવામાં આવેલ છે સતત પોતાની વાડીથી લોકો પીવા માટેનું પાણી લઈ જઈ રહ્યા છો વાવાઝોડા ના કપરા સમય પછી હાથસણી ગામ દ્વારા અનેક વખત વહીવટીતંત્રને તેમજ રાજકીય આગેવાનોને રજૂઆત કરવામાં આવેલી તેમ છતાં ગામના લોકો માટે કોઈપણ પ્રકારની પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવેલ ન હતી તેવા સમયે કનુભાઈ ખુમાણ દ્વારા અવિરત પાણી ની સેવા ગામ ને આપેલ છે તે બદલ સમગ્ર ગ્રામજનો દ્વારા તેમજ હાથસણી ગામ ના સરપંચ શિવરાજભાઈ ખુમાણ તેમજ હરેશભાઇ બોરીસાગર દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સહ શુભકામનાઓ પાઠવેલ છે
સાવરકુંડલાના હાથસણી ગામ પીવાના પાણીની કનુભાઈ ખુમાણ દ્વારા અવિરત સેવા

Recent Comments