અમરેલી

સાવરકુંડલાની કાણકીયા કોલેજમાં યુથ રેડ ક્રોસ ક્લબની રચના અને CPR ની તાલીમ નો પ્રોગ્રામ યોજાયો.

સાવરકુંડલાની વી.ડી. કાણકીયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં દર વર્ષે “યુથ રેડ ક્રોસ ક્લબ” અને CPR ની તાલીમનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલા ના નેજા હેઠળ યોજવામાં આવે છે.રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા ના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર  વિશે માર્ગદર્શન  કરવામાં આવ્યું અને  વિડીયો અને પ્રેક્ટીકલ પ્રયોગ દ્વારા RECOVERY POSITION તથા CPR ની તાલીમ આપવામાં આવી. કોઈ ક્રીટીકલ પરિસ્થિતિમાં ફસાયેલા વ્યક્તિનો જીવ બચાવવા માટેની પ્રક્રિયા ની સમજણ આપવામાં આવી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ શૈલેષભાઈ રવિયા દ્વારા વિદ્યાર્થી-પ્રેરણાદાયી માર્ગદર્શન કરવામાં આવ્યું અને યુથ રેડ ક્રોસ ક્લબ ને પ્રેકટીકલ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આખા કાર્યક્રમનું સંચાલન યુથ રેડ ક્રોસ ક્લબના કો-ઓર્ડીનેટર તથા કોમર્સ વિભાગ ના અધ્યાપક ડૉ. હરેશ દેસરાણી દ્વારા કરવામાં આવ્યું.

Related Posts