fbpx
અમરેલી

સાવરકુંડલાની પે.સેન્ટર શાળા નંબર ૧ માં થઈ વિશ્વ જળ દિવસની ઉજવણી

સાવરકુંડલા શહેરની  સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર ૧  માં વિદ્યાર્થીઓ પર્યાવરણની સમસ્યાથી વાકેફ થાય, મીઠા પાણીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે, પાણી બચાવવા માટે પ્રેરણા મળે, જળનું મહત્વ સમજે, તેમજ જળને વેડફાતું અટકાવે, પાણીમાં અશુદ્ધિને કારણે થતા રોગો વિશે માહિતી મેળવે ,તેમજ દુષ્કાળ જેવી સમસ્યાથી વાકેફ થાય તેમજ તેમના નિવારણના પ્રયાસો કરે એ હેતુથી વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આમ તો વિશ્વ જળ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં ૨૨  માર્ચના રોજ કરવામાં આવે છે, પરંતુ ૨૨ માર્ચના રોજ સરકારી કચેરીમાં રજા હોય તેની ઉજવણી ૨૦ માર્ચના રોજ કરવામાં આવી હતી. વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું. જેવી કે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા ,બેનર્સ સ્પર્ધા.આ સ્પર્ધા ની થીમ પાણી બચાવો હતી. જેમાં બેનર નિર્માણ સ્પર્ધામાં કુલ ૬૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ નિબંધ સ્પર્ધામાં ૬૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમ જ ચિત્ર સ્પર્ધામાં ૧૨૦  વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આમ કુલ ૨૪૬  વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

 આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની  કામગીરી હેતલબેન ચોટલીયા ,શિલ્પાબેન દેસાઈ ,તેમજ રૂબીનાબેન  દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગણિત વિજ્ઞાન શિક્ષક હિતેશભાઈ જોષી  દ્વારા કરવામાં આવ્યું હતું .વિજેતા સ્પર્ધકોને શાળા તરફથી પ્રમાણપત્ર તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા આપ્યા હતા.વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં શાળા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts