અમરેલી

સાવરકુંડલાની ફીફાદ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત પ્રયોગ- પ્રદર્શન

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા ભારતીય વૈજ્ઞાનિક ડૉ. રમણસિંહ દ્વારા ૨૮ ફેબ્રુઆરીનાં રોજ રામન ઈફેક્ટની શોધ કરવામાં આવી હતી, આ દિવસને યાદગાર બનાવવા માટે દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ ઉજવણી અન્વયે ધો.૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતાં વિવિધ પ્રોજેક્ટ અને પ્રયોગોનું નીદર્શન કરવામાં આવ્યું હતું.

જેને નિહાળવા શાળાનાં બધાજ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેને બાળ વિજ્ઞાનીકોએ રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. શાળાનાં વિજ્ઞાન શિક્ષક પ્રદીપભાઈ ખુમાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ રાઠોડ દ્વારા સૌ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Related Posts