ફળિયા શિક્ષણ વર્ષો જૂની ઋષિ મુનિઓ સમયની સર્વશ્રેષ્ઠ પધ્ધતિ છે જયારે ગુરુકુળના પટ આગળમા ઋષિમુનિઓ દ્વારા શિષ્યને અભ્યાસ કરાવામાં આવતો હતો,શાળાનાં પટઆગણ કોઈ મોટા ફળિયા ગામનો ચોરો કે કોઈ જાહેર જગ્યાએ બાળકોને એકઠા કરીને શિક્ષક દ્વારા ભણાવવામાં આવતી વર્ષો જુની શિક્ષણ પધ્ધતિ આજે ફરી ફળીયા શિક્ષણ તરીકે પ્રયત્નોમાં લાવામા આવી છે,સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૫ મા કુષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા ફરી ફળીયા શિક્ષણનો અભ્યાસ કરાવાના પ્રયત્નો સાકાર કર્યાં છે, શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું રમતો સહિતની પ્રવૃત્તિ ફળીયા શિક્ષણ દ્વારા કરાવામાં આવી છે,સ્વચ્છ શાળાના વાતાવરણ મા શરૂ કરાયેલા ફળિયા શિક્ષણમાં ધીમે ધીમે વધુને વધુ વિદ્યાર્થીઓની કેળવણી અને જીજ્ઞાસા જાગે તે માટેનાં પ્રયત્નો કુષ્ણકુમારસિહજી દ્વારા કરવામાં આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શિક્ષણ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. શાળાના સંચાલકો પર આસપાસના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શુભેચ્છા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૫ મા કુષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા ફરી ફળીયા શિક્ષણનો અભ્યાસ કરાવાના પ્રયત્નો સાકાર કર્યાં

Recent Comments