સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૪ માં પ્રિવોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત યોજાયું પ્રદર્શન
સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૨-૨૩ માં એનઈપી-૨૦૨૦ની જોગવાઈ મુજબ સાવરકુંડલાની સરકારી શાળા બ્રાન્ચ શાળા નંબર ૪ ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે દસ દિવસ બેગલેસ ડે અંતર્ગત વિવિધ કૌશલ્યની પ્રવૃત્તિઓ કરવાનું આયોજન કરેલ હતું. જેના અંતર્ગત બાળકો દ્વારા હસ્તકલાઓની અવનવી વસ્તુઓ બનાવવામાં આવેલ હતી જે વસ્તુનું વેચાણ તથા પ્રદર્શન તારીખ ૧૦ એપ્રિલ તેમજ ૧૧ એપ્રિલના રોજ સમય ૧૧-૩૦ થી ૪ વાગ્યા સુધી શાળામાં રાખવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવેશભાઈ બોરીસાગર , ક્લસ્ટર ૧ ના સીઆરસી વિપુલભાઈ દુધાત તેમજ સાવરકુંડલા શહેરની સરકારી શાળાના શિક્ષકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ સમગ્ર પ્રદર્શન ની તૈયારી બ્રાન્ચ શાળા નંબર ૪ ના શિક્ષિકા બહેન શ્રી વર્ષાબેન કોઠીયા દ્વારા કરવામાં આવી હતી .આ તકે શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ તથા સ્ટાફ પરિવાર તેમજ એસએમસી કમિટી દ્વારા વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક વર્ષાબેનને અભિનંદન આપ્યા હતા.
Recent Comments