ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દિવસ યુએઈની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ભારતીય સમાજ જેમાં ખાસકરીને ગુજરાતી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો. આ પ્રસંગે ગુજરાતના સ્વાગતમ મોદી રજૂ કરવામાં આવ્યું જેમાં ૬૫૦૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ૩૨ ગુજરાતીઓએ ગરબામાં ભાગ લીધો હતો. જેમાં મૂળ સાવરકુંડલાના રઘુવંશી સમાજના કિરીટભાઈ નથવાણીની સુપુત્રી અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ખુશાલી નથવાણી રાજા કે જે હાલ દુબઈ છે અને ગુજરાત તેણીના હૈયે છે એ વાત પણ પુરવાર થાય છે. અને તેણીએ સ્વાગતમ મોદી કાર્યક્રમમાં ભાગ લઈ ગુજરાતી અસ્મિતાને ઉજાળવાનો સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતો.
આમ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્ર્વ જ્યારે મોદી સરકારની નોંધ લે છે તેવા સમયે દુબઈ ખાતે યોજાયેલા સ્વાગતમ મોદીના કાર્યક્રમમાં ભાગ લઈને સાવરકુંડલા શહેર, રઘુવંશી સમાજ તથા ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે. ખુશાલી નથવાણી અભ્યાસમાં પણ તેજસ્વી કારકિર્દી ધરાવે છે. તેણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ વિશેષ રુચિ ધરાવે છે. આમ ૧૪ ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમી તેમજ વેલેન્ટાઈન ડે પર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અબુ ધાબી બીએપીએસ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી ત્યારે સાવરકુંડલાની આ દિકરીએ સાવરકુંડલા શહેર રઘુવંશી સમાજ અને સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું છે.. આ પ્રસંગને બિરદાવતાં સાવરકુંડલા ખાતે ગુરુકુળના વડા ભગવત સ્વામીજી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી, કોઠારી અક્ષરમુક્તદાસજી, ઘનશ્યામભાઇ કણકોટિયા, ગિરીશભાઇ વ્યાસ, કૌશિકભાઈ ગોસ્વામી સમેત તમામે તેમને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતાં.
Recent Comments