અમરેલી

સાવરકુંડલાની સરકારી પ્રાથમિક શાળાના બે છાત્રોએ એનએમએસ સ્કોલરશિપ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું 

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે ખડસલી સરકારી પ્રાથમિક શાળાના બે છાત્રોએ એનએમએસ પરીક્ષામાં સ્કોલરશિપ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું. 

પ્રાથમિક શાળાના બે છાત્રોએ એનએમએમએસ પરીક્ષા સ્કોલરશીપ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે આ વિદ્યાર્થીઓના માર્ગદર્શક શિક્ષક કિરીટભાઈ રાઠોડ તેમજ આ શાળાના આચાર્ય જયેશભાઈ નિનામા તેમજ સ્ટાફ બિરદાવ્યા હતા જેમાં માનસ હરીશભાઈ પંડ્યા અને પ્રીત જયસુખભાઈ કોરાટ બંને વિદ્યાર્થીઓ ખડસલી પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે

Related Posts