અમરેલી

સાવરકુંડલાની સરકારી શાળા પે સેન્ટર શાળા નંબર એકમાં ટેન ડેઈઝ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત આનંદ મેળાનું સુંદર આયોજન થયું .

રાષ્ટ્રીય નીતિ ૨૦૨૦ અનુસાર બાળકો વ્યવસાયિક શિક્ષણ મેળવે ,વિવિધ અનુભવ પ્રાપ્ત કરે ,બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય, તેનામાં રહેલ વિવિધ કૌશલ્યની ખેલવણી થાય તે માટે  ટેન ડેઈઝ બેગલેસ  કાર્યક્રમ અંતર્ગત પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલામાં આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ છ થી આઠના બાળકોએ શાળામાં જ પોતાની જાતે હોંશે હોંશે વિવિધ વાનગી બનાવી હતી. વિવિધ ખાણીપીણીના સ્ટોલ જેમકે પબ્જી પકોડા ,મનપસંદ ફાલુદા, પરિયાણી સોડા ,ઠંડક વરીયાળી સરબત ,જબરજસ્ત જ્યુસ દોસ્ત ભેળ સેન્ટર, ચટાકેદાર પાણીપુરી ,ટેસ્ટી ચવાણું,એવર ગ્રીન ચોકો શેઈક, જમકુડી સેવપુરી ,ફ્રેન્ચ ફ્રાઈસ ,ચુટકી ચણા જોર ગરમ,આનંદ લીંબુ સરબત ,અનમોલ સમોસા ,નેશનલ ભુંગળા બટેટા વગેરે જેવા સ્ટોલ ગોઠવાયા હતા .સ્ટોલની ગોઠવણી પણ ખૂબ જ સુંદર અને આકર્ષક રીતે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વાનગીના સર્જનનો અનેરો આનંદ મેળવ્યો. શાળાનો સ્ટાફગણ તેમજ શાળાના આચાર્ય મહેશભાઈ જાદવે વિવિધ વાનગીઓ ટેસ્ટ કરીને વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે અભિનંદન આપ્યા હતા.

રિસેસના સમયમાં આ વિવિધ સ્ટોલ પરથી શાળાના તમામ બાળકોએ વિવિધ ચટાકેદાર વાનગી ખરીદીને આરોગવાનો  અનેરો આનંદ મેળવ્યો હતો. ખાણીપીણીના સ્ટોલવાળા વિદ્યાર્થીઓએ વેચાણનો અનુભવ લીધો .આમ વિવિધ વસ્તુઓ બજારમાંથી લાવવી ,શાળામાં વાનગી બનાવી તેમ જ તેનું વેચાણ કરવું એમ વિવિધ રસપ્રદ અનુભવમાંથી વિદ્યાર્થીઓ પસાર થયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શિલ્પાબેન દેસાઈએ કરેલ .હિતેશભાઈજોશી ,દીપ્તિબેન, મુકેશભાઈ ,વૈશાલીબેન, જાગૃતીબેને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ .તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે  જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમને અનુલક્ષીને એસએમસી અધ્યક્ષશ્રી, એસએમસી કમિટી તેમજ વાલીઓ તરફથી પણ ખૂબ સારા અભિપ્રાયો આપવામાં આવેલ. સમગ્ર વાલીગણે ખૂબ રાજીપો અનુભવેલ. આનંદ મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે .

Follow Me:

Related Posts