fbpx
અમરેલી

સાવરકુંડલાની સેવાભાવી યુવતી દ્વારા સુરત ખાતે નિઃશુલ્ક શિક્ષણ, ક્લાસીસ, અનાથ બાળકોને રહેવા જમવા અને દત્તક લેવાની સેવા કરવામાં આવી રહી છે.

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સેવાભાવી મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીરને સન્માનિત કરવામાં આવ્યા.મૂળ સાવરકુંડલાની યુવતી ભારતીબેન ચાવડા દ્વારા  સુરત ખાતે અનાથ બાળકો, ગરીબો, ભિક્ષુકો, દીકરીઓ, મહિલાઓ અને વૃધ્ધોને મદદરૂપ થવા માટે છેલ્લા ૧૫ વર્ષોથી લોકઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યાછે તેમના દ્વારા સુરત ખાતે એક્તા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કરી ૨૪  કલાક સેવાકીય પ્રવુતિ કરવામાં આવી રહી છે ત્યારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને સર્વ સમાજ સેના દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર સેવાકીય પ્રવુતિ કરી રહેલા મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીરનું સન્માન સમારોહનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું સાથે એક્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા તાલીમ વર્ગોની તાલીમાર્થી દિકરી ઓને પ્રમાણપત્રો અને ટ્રોફીઓ મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીરનાં વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા

દીકરીઓને વિવિધ ધંધાકીય ટ્રેનિંગો, વર્ગો અને કલાસીસમાં નિઃશુલ્ક તાલીમ આપી રોજગારી આપવામાં રહી છે અને મહિલાઓ પગભર થવા પ્રોત્સાહન આપવામાં આવે છે જેમનું સમગ્ર સંચાલન એક્તા ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક ભારતીબેન ચાવડા દ્વારા કરવામાં આવે છે. એકતા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ થી લઈને રહેવા જમવા સૂધીની જવાબદારી લેવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ દિકરીઓને પગભર કરવા માટે તાલીમ વર્ગો ભારતીબેન ચાવડા દ્વારા ચલાવવામાં આવે છે એક્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી આવી તમામ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મહિલાઓ, જરૂરિયાતમંદ યુવતીઓ અને વિધાર્થીનીઓને વિનામૂલ્યે તાલીમના પ્રમાણપત્રો અને ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા સેવાભાવી ઓના સન્માન સમાંરોહમાં સંતો, સામાજીક રાજકીય અગ્રણીઓ, સાવરકુંડલા મહિલા હોમગાર્ડ દક્ષાબેન ચોટલીયા વગેરે જોડાયા હતા અને એકતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.એમ અમીતગીરીએ એક યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts