સાવરકુંડલાનું ગૌરવ કલરવ અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની કાર્યાલય અટલધારા ખાતે ગીત લોન્ચ કરવામાં આવ્યું.
સાવરકુંડલાના ટી.વી નાઈનના ભાઈ ભાઈ એપિસોડના મહેન્દ્રભાઈ બગડાના સુપુત્ર કલરવ દ્વારા ભગવાન શ્રી રામજીના સ્તુતિ ગાન સાથેની અદ્ભૂત રચના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુના આશીર્વાદ સાથે લોંચ કરવામાં આવી. . ગીતના શબ્દો જ એવા છે કે સૌ કોઈને પસંદ પડી જા. ગીતના શબ્દો રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ…. સરયૂ કિનારે ચલ ગંગા કિનારે ચલ.. ગીતના શબ્દોનું ચયન રાધિકા સાહેબ જીંજુડા આશ્રમ તથા વિડિયો રેકોર્ડિંગ પરિમલ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ છે. લગભગ દોઢ મિનિટ જેવા આ ગીતના શબ્દો સાંભળીને કોઈ પણ હ્રદય રામમય થઈ જાય તેવી સુંદર રચના અને મ્યુઝિક અને પિક્ચરાઝેશન છે. આમ નાવલીના ખમીર સમા કલરવે પણ આ રચના દ્વારા જનમાનસના દિલમા સ્થાન પ્રાપ્ત કરશે એવા આશીર્વાદ મહેશભાઈ કસવાળા અને પૂ. ભક્તિરામબાપુએ આપ્યા હતાં આ તકે કલરવ અને મંત્ર ગોસ્વામીનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવેલ ભાઈ કલરવ બગડા એ બીજુ કોઈ નહી પરંતુ ટીવી નાઈન ભાઈભાઈ ફેમ મહેન્દ્રભાઈ બગડાના સુપુત્ર છે.
આમ સાવરકુંડલાના કલરવ બગડાએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન રામજીની સ્તુતિ સાથે અદ્ભૂત રચના સભર ભજન સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની કાર્યાલય ખાતે ધારાસભ્યશ્રી તથા માનવમંદિરના સંત પ. ભક્તિરામબાપુની પ્રેરક નિશ્રામાં સાવરકુંડલાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં દબદબાભેર લોંચ કરવામાં આવ્યું.આશા છે કે ભાઈ કલરવ હવે સાવરકુંડલાની નાવલીનું ખમીર આ સ્તુતિ ગાન દ્વારા વિશ્ર્વ ફલક ઉપર છવાઈ જાય તો નવાઈ નહી પામતાં..
Recent Comments