સાવરકુંડલા એપીએમસી સેન્ટર પર ભાજપનો કબ્જો છે ને છેલા ઘણા સમયથી આ એપીએમસી પર રાજકારણ ખેલાઈ રહ્યું છે ને ભાજપ સામે ભાજપના જ નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપો કરતા હોય ત્યારે સાવરકુંડલા એપીએમસીના યાર્ડની જમીન માંથી લાખો ટન માટીઓ જેસીબી વડે ઉખાડી ને ટ્રેકટરો ભરી ભરીને મતીઓનું બરોબર વેચાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સાવરકુંડલા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ચીમન શેખડા એ કરતા રાજકારણ ગરમાઈ ગયું છે ને ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર જ લાખો ટન માટીનું વેચાણ કરવામાં આવતા ભાજપ એપીએમસી સત્તાધીશો સામે આક્ષેપો કરીને ગાંધીનગર સુધી ફરિયાદો કરી હોવાનું ભાજપના નેતા ચીમનભાઈ શેખડાએ જણાવ્યું હતું.
ભાજપના નેતા ચીમનભાઇ શેખડાએ જિલ્લા રજીસ્ટર ખાણ ખનીજ વિભાગને ટ્રેક્ટરના નંબર, પહોંચો સહિતના આધારપુરાવા સાથે ફરીયાદ કરી છે ને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ચીમનભાઇ શેખડા એ કરી છે ત્યારે સત્તાધીશ એપીએમસી ના ચેરમેન દિપક માલાણીએ આક્ષેપો અંગે જણાવ્યું હતું કે પહોંચ અને કૌભાંડ બન્ને સાથે ન થઈ શકે ને ફરિયાદ કરે તો યાર્ડ પર તંત્ર છે તે તપાસ કરી લેશે. સાવરકુંડલા એપીએમસી ના માટી કૌભાંડ નું ભૂત ધૂંણતાં ભાજપના જ નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરતા વિધાનસભાની ચૂંટણી અગાઈ જ ભાજપ સામે ભાજપ આવતા આગળના દિવસોમાં રાજકારણ ના નવા રૂપરંગ સામે આવશે કે ભાજપ ના જૂથવાદ શમશે તે તો સમય જ કહેશે
Recent Comments