અમરેલી

સાવરકુંડલાને આંગણે અનોખો લગ્નોત્સવ..  

અહીં કોલેજ રોડ પર આવેલ બ્રહ્મપુરી ખાતે ગતરોજ રાત્રે ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્ણ માહોલમાં સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ નામથી જાણીતા લોકપ્રિય નીતીનભાઈ જાની અહીં સાવરકુંડલા વાજતે ગાજતે જાન લઈને પરણવા પધારેલ..મૂળ દોલતીના હાલ સાવરકુંડલા રહેતા કિશોરભાઈ અમૃતલાલ દવેની સુપુત્રી ચિ. મીનાક્ષી દવેના લગ્ન બારડોલી નિવાસી સ્વ. પ્રતાપરાય અંબાશંકર જાનીના સુપુત્ર નિતીન (ખજૂરભાઈ ફેમ) સાથે નિર્ધારેલ જ્યારે તેમની જ બીજી સુપુત્રી ચિં. દેવાંગીના લગ્ન અમૃતવેલ નિવાસી હસમુખભાઇ લાલજીભાઈ મહેતાના સુપુત્ર ચિં સાગર સાથે નિર્ધારેલ.

બંને યુગલના એક સાથે એક જ કેમ્પસની બ્રહ્મપુરી ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં લગ્ન વિધિ સંપન થઈ. આમ સાવરકુંડલાને આંગણે અનોખા ઢોલ ઢબુકિયા.. બારડોલી નિવાસી સ્વ. પ્રતાપરાય અંબાશંકર જાનીના સુપુત્ર ચિ. નિતીન (ખજૂરભાઈ) અને અમૃતવેલ નિવાસી શ્રી હસમુખભાઇ લાલજીભાઈ મહેતાના સુપુત્ર ચિં સાગર સાવરકુંડલાના આંગણે  ગતરોજ વાજતે ગાજતે જાન લઈને પરણવા પધારેલ. ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં લગ્ન વિધિ સંપન્ન થઈ હતી.

આમ તો નિતીનભાઈ જાની એટલે કે ખજૂરભાઈ નામથી સોશિયલ મીડિયાનું ખૂબ જ જાણીતું અને લોકપ્રિય અને હુલામણું નામ હોય તેના ચાહકોમાં પણ આ લગ્ન સમારોહ જોવાની તાલાવેલી હોય એ સ્વાભાવિક છે. જ્યારે સાવરકુંડલાના કોલેજ ગ્રાઉન્ડ ખાતે નાસિક ઢોલને સથવારે તેમનો વરઘોડો નીકળ્યો ત્યારે તેમની એક ઝલક નિહાળવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી. જો કે ટાઈટ સિક્યોરિટી હોય ખૂબ નજીક તો ન જઈ શકાય.. તેને રૂબરૂ મળ્યાનો આનંદ દૂરથી લેતાં લોકો પણ આ અનુપમ દ્રશ્યને માણતાં જોવા મળેલ.

આમ સાવરકુંડલા ખાતે યોજાયેલ આ લગ્ન સમારોહની વાત વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી ગઈ..બ્રહ્મપુરી ખાતે આ લગ્ન સમારોહ સાવરકુંડલા શહેર માટે એક મીઠા સંભારણાં સમાન જ ગણાય.. હાલના સમયમાં મોટેભાગે લગ્ન વિધિ દિવસ દરમિયાન સંપન્ન થતી જોવા મળે છે ત્યારે આ રાત્રિ સમયની લગ્ન વિધિએ પણ ભારતીય સંસ્કૃતિની એ પારંપરિક સંસ્કૃતિની ઝાંખી પણ કરાવી હતી.

Related Posts