સાવરકુંડલાને જીઆઇડીસીની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળતાં વેપારી મહામંડળ, અને કાંટા ઉદ્યોગકારો દ્વારા ધારાસભ્યશ્રીનું મોં મીઠું કરાવી તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા.
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાની જહેમતથી સરકાર દ્વારા જી.આઇ.ડી.સી. સૈદ્ધાંતિક મંજૂરી મળતા પ્રથમવાર ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહા મંડળ, અને કાંટા ઉઘોગ કારો દ્વારા ધારાસભ્ય કસવાળાનું પેંડા ખવરાવીને મો મીઠું કરાવીને સન્માન કરી પ્રાણ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં અવ્વલ નંબરે પાસ થયેલા કસવાળાને વેપારીઓએ બિરદાવ્યા હતા ત્યારે કાળઝાળ ઉનાળાના ધોમધખતા તાપમાં બપોરે એક વાગ્યે સાવરકુંડલાના સાંસદ કાર્યાલય ખાતે મહેશભાઈ કસવાળાને વેપારીઓ અને કાંટા ઉઘોગકારો દ્વારા સન્માનિત બેઠક યોજવામાં આવી હતી આ તકે પ્રથમ વાર ચૂંટણી લડવા આવેલા ઉમેદવાર મહેશ કસવાળાએ ત્યારે પણ કહેલું કે એક તક આપશો તમારા દરેક પ્રશ્નોના નિરાકરણની જવાબદારી મારી રહેશે જેમાં પ્રથમ પ્રયોરીટી પાણી, બાયપાસ, જી.આઇ.ડી.સી. અને નવલગંગા ગણાતી નાવલી નદી ખાતે રિવરફ્રન્ટ બનાવવાની વાત કરી તેમાં પાણી માટે આજે સાવરકુંડલા લીલિયા વિસ્તારોમાં ૮૭ જગ્યાએ ચેકડેમો ઉંડા ઉતારીને પાણી સંગ્રહની પ્રક્રિયા વેગવંતી કરી છે બાયપાસ નો પ્રશ્ન શરૂ થતા સોલ્વ કરી દિધો તો રિવરફ્રન્ટ માટે સરકારની મંજૂરી સાથે બત્રીસ કરોડ જેવી રકમ મંજૂર કરાવી દીધી બાદ વિશ્વભર સાથે દેશભરમાં જેનાથી ખ્યાતિ સાવરકુંડલા શહેરને મળી છે તે કાંટા ઉઘોગ માટે જી.આઇ.ડી.સી. લાવવાની કરેલી વાત ને આજે બેઠકમાં ધારાસભ્ય કસવાળાએ દોહરાવી હતી કે આવીને પહેલી પ્રાધાન્યતા આપવાની હતી તે લગભગ સરકારમાંથી મંજૂરી અને ગાંધીનગરના ધક્કા ખાવાની પ્રકરણ પૂર્ણ થયું છે ને સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ભાજપની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો બાદ કાંટા ઉઘોગ સાથે ખેતી ઓજારો, હીરા ઉદ્યોગ માટે જી.આઇ.ડી.સી. જરૂરી હતું અગાઉના જે કોઈ પ્રજાના ચૂંટાયેલા પ્રતીનીધીઓ જે કર્યુ તે પણ આજે જે સરકાર માંથી લાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે હવે જમીન સંપાદન બાદ જમીન જી.આઇ.ડી.સી.ને સોંપીને ઇન્ફાસ્ત્રક્ચર કામગીરી સાથે બહુ બહુ તો ત્રણ વર્ષના ગાળામાં સાવરકુંડલા જી.આઇ.ડી.સી. સ્થપાશે તેમાં કોઈ બે મત નથી હવે વેપારીઓ અને ઉઘોગકારો દ્વારા સાવરકુંડલા લીલિયા વિસ્તારોમાં રોજગારી વધુ ને વધુ લોકો ને મળી રહે તે માટે વિચારવાનો સમય પાકી ગયો છે કાંટા ઉઘોગ સાથે ખેતી ઓજારો બનાવવાના કારખાનાઓ પણ સાવરકુંડલા શહેરમાં વધુ છે ત્યારે લોકોની સુખાકારી માટે ધારાસભ્ય પદ સુધી પહોંચેલા મહેશ કસવાળા એ 5 વર્ષમાં જે રોડ રસ્તાઓ, નવા સ્ટ્રકચરો, ભૂગર્ભ ગટર યોજનાનું ગંદા પાણીમાંથી શુદ્ધિકરણ કરીને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે મહેશ કસવાળાએ કરેલી મહેનત એ સાવરકુંડલા-લીલીયાની જનતા જનાર્દનની જહેમત ગણાવી હતી પ્રજાના કામ માટે ચૂંટાઈને આવ્યો છું કોઈની લીટી ટુંકી કરીને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને વિપક્ષના વિરોધી સામે કાદવ ઉછાળવા કરતા કાદવમાં કમળ ખીલવવામાં માનતા ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ સન્માન કરતા કામ કરવામાં સહયોગ આપવાની અપીલ કરી હતી ને તમારો કીમતી મત રૂપી આશીર્વાદનો ઋણી બનીને સાવરકુંડલા લીલિયા વિસ્તારના લોકોની સેવામાં આપેલા પાંચ વર્ષમાં સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવામાં સેવાના સારથી બનીને કામ કરવામાં સહયોગ આપવાની અપીલ મહેશ કસવાળાએ કરી હતી ને સન્માનના સાચા હકદાર સાવરકુંડલા લીલીયાની પ્રજાને ગણાવી હતી ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળાના સન્માનીત કરવાના કાર્યક્રમ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ મશરું, વેપારી મહામંડળના પ્રમુખ રાજુભાઈ દોશી, પાલિકાના ઉપપ્રમુખ જયસુખ નાકરાણી, અમરેલી જિલ્લા વેપારી મહા મંડળના ઉપપ્રમુખ રાજુભાઈ શિંગાળા, જગદીશભાઈ માધવાણી, લાયન્સ કલબના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા, ચંન્દ્રકાંતભાઈ ભરખડા, રસિકભાઈ વેકરિયા, ઘનશ્યામભાઈ ઠુમ્મર, ભાવેશભાઇ ગાબાણી, સાવરકુંડલા ઉદ્યોગ એસોસિયેશન પ્રમુખ કેતનભાઈ ત્રિવેદી, વીપુલભાઈ મકવાણા, નિકુંજભાઈ કારેલિયા, ધર્મેશ ચુડાસમા, મયુર રાઠોડ સહિતના વેપારીઓ ખાસ ઉપસ્થિત રહીને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની કામ કરવાની કુનેહને વખાણી હતી ને વિકાસ લક્ષી કામગીરી આગળ ધપાવવામાં સંગાથે ઉભા રહેવાનો કોલ વેપારીઓએ આપ્યો હતો
Recent Comments