fbpx
અમરેલી

સાવરકુંડલાનો રેલ્વે માઈનોર બ્રિજ અને યાર્ડથી બાયપાસ માર્ગનું ખાત મુહૂર્ત કરાયું

સાવરકુંડલા ક્ષેત્રના ખેડૂતો યાર્ડ માં ખેત જણસો વેચવા માટે માથાના દુઃખાવા રૂપ સાબિત થયેલા બે બે રેલ્વે ફાટકની વેદનાનુ નિરાકરણ લાવવા ધારાસભ્ય મહેશ કસવાળાએ બાયપાસ રોડથી સાવરકુંડલા યાર્ડ સુધીનો માર્ગ અને મહુવા રોડ સ્ટેટ હાઇવે પર આવતા રેલ્વે ટ્રેકથી ખેડૂતો પરેશાન હતા ત્યારે યાર્ડ થી સીધા જ બાયપાસ રોડ નીકળવાના માઈનોર બ્રિજનું સાથે 3 કિલોમીટર ના રોડ માટે 4.50 કરોડનું ખાત મુહર્ત સંત સાથે સાંસદની અધ્યક્ષતમાં કરીને ગંભીર ગણાતી સમસ્યાના નિવારણ કરવાની સિદ્ધિ સર કરી છે.

આજે સાવરકુંડલા યાર્ડ ખાતે બાયપાસ રોડથી સીધાજ યાર્ડમાં પ્રવેશ મેળવી શકાય તેવું એપીએમસીના ચેરમેન દીપક માલાણી દ્વારા ધારાસભ્ય મહેશ કસવાળા સમક્ષ કરેલ હતું ને યાર્ડ નજીકનું રેલ્વે ફાટક અને મહુવા રોડ પર નું રેલ્વે ફાટક માથાના દુઃખાવા સમાન સાબિત થતું હોય ને યાર્ડમાં ખેત જણસો લઈને આવતા ખેડૂતોની કલાકો બગડતી હોય ત્યારે ખેડૂતોની વેદનાનું નિરાકરણ લાવવા માટે કરાયેલી રજૂઆતોને ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા સરકારશ્રી માં રજૂઆતો કરીને 4.50 કરોડ જેવી રકમ મંજૂર કરાવીને આજે  રેલ્વે ટ્રેક ઉપર માઇનોર બ્રિજ અને યાર્ડથી ડાયરેક્ટ બાયપાસ રોડ સુધીના રસ્તાનું ખાત મુહર્ત ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા દ્વારા કરવામાં આવેલ હતું

આ પ્રસંગે સનાતન આશ્રમ બાઢડાના પૂ.જયોતિમૈયા તેમજ પ્રેરક ઉપસ્થિત સાસંદશ્રી નારણભાઈ કાછડીયા રહ્યા હતા તેમજ સાવરકુંડલા માર્કેટર્યાડના ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી, વા.ચેરમેનશ્રી મહેશભાઈ લખાણી, અમરેલી જિલ્લા શીક્ષણ સમતીના ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા, સીચાઈ સમિતીના ચેરમેનશ્રી લાલજીભાઈ મોર, સદસ્યશ્રી પુનાભાઈ ગજેરા, શરદભાઈ ગોદાની, રાહુલભાઈ રાદડીયા, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીજીતુભાઈ કાછડીયા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ, ઉ૫પ્રમુખશ્રી પ્રતીકભાઈ નાકરાણી, પુર્વ પ્રમુખશ્રી રાજુભાઇ દોશી, અગ્રણીશ્રીઓ ધનશ્યામભાઈ ડોબરીયા, અરવિંદભાઈ માગુકીયા, તાલુકા ભાજ૫ મહામંત્રીશ્રી ચેતનભાઇ માલાણી, શહેર ભાજ૫ મહામંત્રીશ્રી રાજુભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા,  લીલીયા તાલુકા ભાજ૫ મહામંત્રીશ્રી ગૌતમભાઇ વિંછીયા સહીત સંગઠન ના હોદ્દેદારો, ર્યાડના ડીરેક્ટરશ્રીઓ, તાલુકા સંધના ડીરેક્ટરશ્રીઓ, નગર પાલીકાના સદસ્યશ્રીઓ સહીત સહકારી અગ્રણીઓ કાર્યકરો અને બહોળી સંખ્યામાં ખેડૂતોભાઈઓ ઉ૫સ્થિત રહયા હતા ને આગામી દિવસોમાં ખેડૂતો ને રેલવે ફાટક માથી મુક્તિ મળવાના સ્વપ્નો સાકાર થવાનો વિશેષ આનંદ મો પર છલકાઈ રહ્યો હતો તેમ સત્વ અટલધારા કાર્યાલય ના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts