fbpx
અમરેલી

સાવરકુંડલામાં આધારકાર્ડના ઓપરેટરોનો પગાર નહિ થતાં ઓપરેટરો હડતાલ પર ઉતર્યા 

અમરેલી જિલ્લામાં ૧૧ સેન્ટરો પર આધારકાર્ડની કામગીરી ઠપ થઈ ગઈ છે મામલતદાર જનસેવા કેન્દ્ર માં આધારકાર્ડ ડિપારમેન્ટના ઓપરેટરોનો છેલ્લા છ મહિનાથી વઢવાણની શિવમ અને ભાવનગરની ગોપીનાથ  એજન્સી દ્વારા પગાર નહિ ચૂકવતા ઓપરેટરો ઉતર્યા છે હડતાલ પર સાવરકુંડલાના ઓપરેટર પ્રકાશ બગડાએ જણાવતા કહ્યુ હતુ કે અમો આધારકાર્ડ ઓપરેટરોને નિયમિત પગાર નહિ ચૂકવવામાં આવતાં હડતાલ પર ઉતર્યા છીએ જ્યાં સુધી અમોને પગાર નહિ ચૂકવવામાં આવે ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહશે આધારકાર્ડના ઓપરેટરોની હડતાલના કારણે અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts