સાવરકુંડલામાં આવેલી સવા સૈકા જૂની છતાં પણ અડીખમ ગિરધર વાવ.

પહેલાના સમયમાં મુસાફરી માટેના પર્યાપ્ત સાધનો કે સગવડતાઓ ન હતી ત્યારે એક ગામથી બીજા ગામ જવા માટે ગામ લોકો ચાલીને જતા હતા અને આવી રીતે ચાલીને જતા ગામ લોકો વટે માર્ગુ તરીકે ઓળખાતા હતા. ચાલીને જતા બે ગામ વચ્ચે બે થી ત્રણ કલાક જેટલો સમય થતો હતો ત્યારે એ સમયે આવા વટેમાર્ગું નાં વિસામા માટે જે તે ગામના મુખી કે સુખી સમૃદ્ધ લોકો દ્વારા ગામના છેડે વાવો બાંધવામાં આવતી હતી જે વાવ માં પગથિયા દ્વારા ઉતરી શકાતું હતું વાવમાં વિસામા માટે પથ્થર વડે બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવતી હતી જેથી પસાર થતા વટેમાર્ગુ વાવ ના છાયે વિસામો લઈ શકે અને તેમને પાણીની સગવડતા પણ મળી રહે આવી વાવની વ્યવસ્થા પુરાતન સમયને અનુલક્ષીને અસ્તિત્વમાં આવી હતી ધીમે ધીમે સમયનો પ્રવાહ બદલાયો તેમ તેમ સુવિધાઓ પણ વધવા માંડી જેથી ચાલીને જતા વટેમાર્ગુ વાહનોમાં બેસીને એક ગામ થી બીજા ગામ વચ્ચે આવાગમન કરવા લાગ્યા અને લોકો વટેમાર્ગુ ને બદલે મુસાફરો તરીકે ઓળખાવા લાગ્યા.
વાહનમાં મુસાફરી કરવાથી ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જવાતું હોય વાવ હવે બિન ઉપયોગી થવા લાગી હતી અને સમય જતા ઉપયોગ વગર ની વાવો સ્વાભાવિક પણે ધીમે ધીમે ક્ષીણ થવા માંડી હતી ત્યારે સાવરકુંડલા ખાતે પણ શહેરની ફરતે સવાસો વર્ષ કે તેથી પણ પહેલાના સમયમાં સાવરકુંડલા ના નેસડી રોડ પર લીલુડા ની વાવ હતી તો સાવરકુંડલાના મોમાઈપરા થી ગાધકડા ગામ જવાના જુના રસ્તા ઉપર એક વાવ હતી અને ત્રીજી વાવ જે સાવરકુંડલા થી ૪ કિલોમીટર દૂર મહુવા રાજુલા તરફ માર્ગમાં જમણી બાજુ ગિરધરવાવ તરીકે આવેલી છે જે આજે પણ અડીખમ ઉભી છે સાવરકુંડલાના બુજર્ગ લોકો પાસેથી સાંભળવા મળતી વાતો મુજબ સવાસો વર્ષ પહેલાં સાવરકુંડલાના ખૂબ જ સુખી સમૃદ્ધ પરિવાર એવા પારેખ પરિવાર દ્વારા વટેમારગુની સુવિધા માટે પરીવાર નાં મોભી નાં નામ ઉપરથી ગીરધરવાવ બનાવવામાં આવી હતી આ વાવ વટેમાર્ગુ માટે સારી સુવિધા હતી.
જોકે સમય જતા હવે વાવ સુવિધા નું સાધન મટી શહેરીજનો માટે હરવા ફરવાનું નું સ્થળ બની ચૂકી છે વાવના કિનારે ભગવાન ભોળાનાથનું મંદિર પણ પારેખ પરિવાર દ્વારા બંધાવવામાં આવ્યું હોય સાવરકુંડલા શહેરના લોકો પરિવારસાથે દર રવિવાર તેમજ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં અહીં ફરવા આવે છે ત્યારે ગયા વર્ષે જ પારેખ પરિવારના ભૂમિદાન થી અહીં શ્રીરામ વાત્સલ્યધામ ટ્રસ્ટ દ્વારા વડીલો માટે ગિરધર ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે ગિરધર ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પારેખ પરિવારની સેવાની સ્મૃતિ સમિ ગિરધર વાવ શહેરીજનો જોઈ શકે અને ઐતિહાસિક વારસાની જાણકારી મેળવી શકે છે તે માટે ખૂલ્લી કરાવતા આશ્વર્ય જનક કહેવાય તેમ સવાસો વર્ષ પહેલાં બનાવેલી વાવ હાલ પણ પગથિયાં અને વિસામાં સહિત સહી સલામત અને અડીખમ સ્થિતિમાં છે અને વાવમાં માત્ર ૩૦ ફૂટની ઊંડાઈએ પાણી ભરેલું છે જે પાણી મીઠું અને પીવાલાયક પણ છે અત્રે નોંધનીય છે કે અહીંથી થી માત્ર ચાર કિલોમીટર દૂર સાવરકુંડલા શહેરમાં પાણી મેળવવા માટે ૧૦૦૦ ફૂટની ઊંડાઈના દાર બનાવવા પડે છે.
ત્યારે ગિરધરવાવ માં માત્ર ૩૦ થી ૫૦ ફૂટની ઊંડાઈમાં મીઠું પાણી મળી રહ્યું છે આ સવા સૈકા જૂની ગિરધરવાની અમારા પત્રકાર દિપક પાંધી અને સાવરકુંડલાના યુવા વેપારી અગ્રણી પંકજભાઈ નગદિયાએ શ્રીરામ વાત્સલ્યધામ ટ્રસ્ટનાં આર્કિટેક બીપીનભાઈ વણઝારાને સાથે રાખી મુલાકાત લીધી હતી અને વર્ષો જૂના આવા અડીખમ બાંધકામ બાબતે આર્કિટેક વણઝારા સાથે ચર્ચા કરતા બીપીનભાઈ વણઝારા એ જણાવ્યું હતું કે વર્ષો પહેલા બાંધકામ માટે સિમેન્ટ કોંક્રીટનું ચલણ ન હતું પરંતુ તેના બદલે ગુગલ ,ચુંનો અને ગોળ જેવા ઓર્ગેનિક મટીરીયલથી બાંધકામ કરવામાં આવતું હતું અને આવું બાંધકામ સદીઓ સુધી અડીખમ પણ રહેતું હતું ત્યારે આ વાવ પણ આવા જ પુરાતન બાંધકામ મટીરીયલથી બાંધવામાં આવી હોય તે હાલની સ્થિતિએ પણ અડીખમ છે શ્રીરામ વાત્સલ્યધામ ટ્રસ્ટ દ્વારા વાવની સાર સંભાળ લેવાઇ રહી છે જેની જાણ ધારાસભ્ય મહેશ કસવાળાને થતા તેમને પણ આ ગિરધરવાવની મુલાકાત લઇ વાવની સાર સંભાળ માટે સરકારના પુરાતન વિભાગનું ધ્યાન દોરી સરકારનો પણ સહયોગ મળે તેવા પ્રયત્નો હાથ ધરવાની તત્પરતા દર્શાવી છે.
Recent Comments