સાવરકુંડલા શહેરની કેળવણીના ધામ સમા સનરાઈઝ સ્કૂલ ખાતે રાજસ્થાનનાં મીર બ્રધર્સે સનરાઈઝ સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ખુમાણની પરોણાગત માણી. આ મુસ્લિમ મીર બ્રધર્સની દેશભક્તિ અને દેવીસ્તુતિ, હિન્દુસ્તાનની સર્વ – ધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરવા રાજસ્થાનની મુસ્લિમ પરિવાર સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરી વાળ્યો. હાલમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખોબા જેવડા ગામ તિલવાડાના રહેવાસી આર્થિક રીતે પછાત એવા મુસ્લિમ મીર પરિવારના ચાર ભાઈઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે.
આ પ્રવાસ અંતર્ગત આ મીર બ્રધર્સ સાવરકુંડલા સ્થિત સનરાઈઝ સ્કૂલની મુલાકાતે આવ્યા અને બે દિવસ રોકાઈને ખુમાણ પરિવારની મહેમાનગતિ માણી. આ મીર ભાઈઓએ રાજસ્થાની રસોઈ પણ ચખાડીને કાઠિયાવાડી વાનગીઓનો પણ સ્વાદ માણ્યો. અત્રે ખાસ વિશિષ્ટ બાબત એ છે કે, આ મુસ્લિમ ભાઈઓ માતાજીના ગરબા અને સ્તુતિ એટલી આસ્થા અને શ્રદ્ધાથી ગાય છે કે હિન્દુ મુસ્લિમ તમામ ભેદ ભાંગીને ભુક્કો થઈ જાય છે.
આ ઉપરાંત દેશપ્રેમના ગીતોમાં પાકિસ્તાનને લલકારીને કાશ્મીર સામે આંખ પણ માંડવા સામે જુસ્સાભેર એ દુશ્મન દેશને લલકારીને વીરરસથી ભરપૂર ગીતો સંભળાવે છે ત્યારે સાંભળનારનાં રુવાડાં ઉભા થાય જાય છે. વીર યોદ્ધા મહારાણા પ્રતાપની વીરતાની અદભુત વાતો રોમાંચિત કરી દે છે. આ મીર બ્રધર્સના સૌથી મોટાભાઈ નિઝામખા મીર જણાવે છે. કે અમે આખો પરિવાર માતાજીના ગરબા ગાઈએ છીએ એટલે અમારા પરિવારમાં એકપણ સભ્ય માસ, મટન, મદિરા કે મચ્છી ને ક્યારેય હાથ પણ લગાડ્યો નથી.
શૌકતખા મીર ઢોલક, સુમારખા મીર હાર્મોનિયમ અને શાહરુખખા મીર ખાસ રાજસ્થાની કરતાલ ઉપર સાથ આપે છે. આ મુસ્લિમ મીર ભાઈઓને ગાતા સાંભળવા એ એક લ્હાવો છે. આપણું હિન્દુસ્તાન કે જેનો સર્વ ધર્મ સંમભાવ મૂળ પાયો છે તેને આવા રાજસ્થાની મુસ્લિમ પરિવારોને વધુને વધુ મજબૂત બનાવે છે. ત્યારે આપનો વિશ્વાસ દ્રઢ બની જાય છે કે આપણી સંસ્કૃતિને સદીઓ સુધી ઉણી આંચ આવવાની નથી. આ મીર બ્રધર્સની દેશપ્રત્યેની ભાવનાને બિરદાવવા મોં. ૯૬૦૨૨૮૪૩૮૨ ઉપર સંપર્ક કરી પ્રોત્સાહિત કરી શકો છો.
Recent Comments