અમરેલી

સાવરકુંડલામાં આસોપાલવ સોસાયટી ખાતે આવેલ શિવમંદિરની અનેરી શોભા

આજરોજ સાવરકુંડલા શહેરમાં આસોપાલવ સોસાયટી ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે શિવપૂજા અર્ચના ખૂબ જ ભક્તિભાવ સાથે શિવભકતો કરતાં જોવા મળ્યા. આ મંદિરના પૂજારી નટુબાપુ પણ શિવમંદિરમાં આવતાં  શિવભકતોને શિવમહિમાના ગાન  સાથે અભિષેક કરાવતા મંગલકામના કરતાં જોવા મળ્યા હતા.. આ મંદિરે આ કરીને આસોપાલવ સોસાયટીના રામેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા અહીં મંદિરના પ્રાંગણમાં રામેશ્વર ખાતે ભગવાન શ્રી રામ શિવલિંગ પર અભિષેક કરતાં હોય તેવો આસપાસ દરિયાની રેતી અને દરિયાકાંઠે જ હોય તેવું ધ્યાનાકર્ષક, અદભૂત, નયનરમ્ય, મનમોહક શિવલિંગ અને બાજુમાં એક કુંડમાં પાણી સાથે સમુદ્ર તટ જેવો નયનરમ્ય ફ્લોટનો માહોલ ભક્તજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભક્તજનો આ નયનરમ્ય દ્રશ્યના દર્શન કરીને ધન્યતા અનુભવતાં જોવા મળ્યા હતાં આમ મહાશિવરાત્રીની અનેરી શોભા આ મંદિરે જોવા મળી.

Related Posts