હા, હવે ખરેખરાં ઉનાળાનો અહેસાસ થયો.. ઠંડા મતલબ કુલ કુલની જાહેરાત જોઈને ઠંડાઈ અને ઠંડક મેળવવા લોકોનો આ બળબળતી ગરમીમાં પ્રયાસ.. વૃધ્ધજનો, બાળકો અને બ્લડપ્રેશર વાળા આ કાળઝાળ ગરમીમાં ભારે પરેશાન જોવા મળ્યાં.. બપોરના સમયે રસ્તા પણ સૂમસામ જોવા મળ્યા. કોઈ એકલદોકલ આ બળબળતી બપોરે બહાર નીકળે. બાકી બધાએ ગરમીથી રાહત મેળવવા ઘરમાં કેદ થયાં
બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ મોચા વાવાઝોડાની કોઈ અસર ગુજરાતમાં ભલે ન થાય પરંતુ ગુજરાત પરથી વાદળો વિખરાતાં વાતાવરણ પલટાતાં તાપમાનનો પારો સડેડાટ ઊંચે ચડવા લાગ્યો અને સાવરકુંડલા શહેર પણ ગરમીની ભઠ્ઠીની આગમાં શકાયું. બપોરના બે પછી શહેરની બઝારમાં પણ કર્ફ્યુ જેવું વાતાવરણ સર્જાયું..મોટાભાગના દુકાનદારો પણ દુકાનો બંધ કરીને ઘરે આરામ કરવા પહોંચી ગયા. રોડ રસ્તા જાણે આ બળબળતી ગરમીમાં બપોરે સુમસામ જોવા મળ્યાં. છેલ્લા ચારેક દિવસથી ગરમીનો પારો દિનપ્રતિદિન ઊંચે ચડતો જોવા મળ્યો. આવી કાળઝાળ ગરમીમાં લોકો પણ ખૂબ જરૂરી હોય તો જ કોઈ એકલદોકલ બહાર નીકળતા જોવા મળ્યા. તે પણ માથે ટોપી પહેરીને..
આજે બળબળતી લૂ ફેંકાતાં વૃદ્ધો, બ્લડ પ્રેશરવાળા અને બાળકો માટે ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા. લોકો ઘરમાં પંખા ચાલુ કરીને પણ ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરતાં જોવા મળ્યા. જો કે આ કાળઝાળ ગરમીમાં પંખા પણ ગરમીથી રાહત આપવા અસમર્થ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું. એ.સી. અને કુલરવાળા પણ ફુલ સ્પીડ પર પોતાના ઉપકરણોને રાખી ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરતાં જોવા મળેલ. લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડી છાશ, લસ્સી, વરિયાળી કે લીંબુનું શરબત કે નાળિયેર પાણી, આઈસક્રીમ, કુલ્ફી બરફના ગોલાનું સેવન કરતાં જોવા મળ્યા. આમ હવે ખરેખરના ઉનાળાનો અહેસાસ થયો.
Recent Comments