અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા હોળીના પાવન અવસર પર માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. 

ચંપકલાલ છગનલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ 1850 પરિવારોને રાશનકીટ આપીને હોળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરવામાં આવી હતી.

ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વિના મૂલ્યે છાશ કેન્દ્ર, ગરમ કપડાંનું વિતરણ, થેલેસેમિયા કેમ્પ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવે છે. ઉનાળા દરમિયાન 2800થી વધુ પરિવારોને વિના મૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રો માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ (સાવરકુંડલાવાળા) દ્વારા ચલાવવામાં આવે છે.

ખેતાણી પરિવારે નિઃસ્વાર્થ ભાવે આ સેવાકાર્ય કરીને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના સભ્યોનું માનવું છે કે, “સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને અનુસરીને અમે સમાજસેવાના કાર્યો કરીએ છીએ. હોળી પર્વ જરૂરિયાતમંદોને ખુશ કરવામાં અમને આનંદ થાય છે.”

આ સેવાકાર્યમાં પ્રદીપભાઈ દોશી, પરાગભાઈ ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી, દીપકભાઈ માલાણી, મુકેશભાઈ ત્રિવેદી, જયંતીભાઈ વાટલીયા, નંદલાલભાઈ સાદીયા, જતીનભાઈ પંડ્યા, શૈલેષભાઈ ચરખાવાળા, સતીશભાઈ પાંડે, દીપકભાઈ પાંધી અને મૈત્રી ડેવલોપરની ટીમે સહયોગ આપ્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts