fbpx
અમરેલી

સાવરકુંડલામાં ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે પારંપરિક પ્રથા મુજબ શસ્ત્ર-પૂજનનું આયોજન કરાયું

તા.૨૪/૧૦/૨૦૨૩ અને મંગળવાર ના રોજ ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજ – સાવરકુંડલા દ્વારા દશેરા નિમિત્તે પારંપરિક પ્રથા મુજબ શસ્ત્ર પૂજન નું આયોજન કરેલ.જેમાં સાવરકુંડલા ગરાસિયા ક્ષત્રિય સમાજ ના આગેવાનો રણજીતસિંહ ચૌહાણ, ભીખુભા પરમાર, ધર્મેન્દ્રસિંહ રાણા, નટવરસિંહ ચૌહાણ, બળવંતસિંહ રાઠોડ, વિક્રમસિંહ રાણા, રવિ સિંહ રાણા, કિરીટસિંહ વાઘેલા, નિલેશ સિંહ ચૌહાણ, જયવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ક્રીપાલસીહ વાજા રાઠોડ, મયદીપસિંહ વાજા રાઠોડ,અશ્વિન સિંહ રાણા,પ્રદીપસિંહ વાજા રાઠોડ,રાજભા પરમાર,રાજભા રાઠોડ,વિક્રમસિંહ ચૌહાણ,વિજય સિંહ વાઘેલા દ્વારા મહાકાળી ચોક, હાથસણી રોડ પાસે આવેલ હનુમાન મંદિર ખાતે માં ભગવતીની  અને શક્તિ ના પ્રતિક સ્વરૂપ હથિયારો ની પૂજા કરેલ.તેમજ માં ભગવતી ના ચરણોમાં વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય તેવી પ્રાર્થના કરેલ. ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજ – સાવરકુંડલા દ્વારા આ સનાતની સંસ્કૃતિની પરંપરા ની ઉજવણી ખુબ ઉત્સાહ પૂર્વક કરેલ.

Follow Me:

Related Posts