સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં મુંબઈ ના ગૌ પ્રેમી ભક્તો દ્વારા ગાય માતાને 800 કિલો કેરી જમાડવામાં આવી.
સાવરકુંડલા ખાતે મુંબઈ ના ગૌપ્રેમી ભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં ગૌ માતાને 800 કિલો કેરી જમાડવામાં આવી. ત્યારે મુંબઈના ગૌપ્રેમીઓ એ ગાય પ્રત્યે નિસ્વાર્થ લાગણી દર્શાવી હતી. જેમાં 33 કરોડ દેવતા નો વાસ હોય છે તે ગાય માતાના આર્શીવાદ પણ લીધા હતા. મુંબઈના ગૌ પ્રેમી ભક્તો તથા આ ગૌશાળા ના ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે જ આ ગાય માતાને કેરી જમાડવામાં આવી હતી. જેમાં મુંબઈ ના દાતા નિર્મેષભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા, મહેશભાઈ વોરા, કિરીટભાઈ પુરોહિત, નીતિનભાઈ ગોરડીયા, ભરતભાઈ ચિતલીયા, પોઇસર જીમખાના મિત્ર મંડળ દ્વારા ગૌ માતાને આ કેરી જમાડવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે જેના દર્શન માત્રથી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તે ગૌમાતા ને જમાડી અનેરી નિસ્વાર્થ લાગણી દર્શાવવામાં આવી હતી.
Recent Comments