અમરેલી

સાવરકુંડલામાં ગ્રાહકે 20 હજાર રૂપિયાના 1, 2 અને 5ના સિકકા આપી મોબાઈલ ખરીદિયો

 સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ રઘુવીર મોબાઈલ સંજયભાઈ સોમૈયાની મોબાઈલ શોપ દુકાને એક ગ્રાહક મોબાઈલ ખરીદી કરવા માટે આવતા ગ્રાહક દ્વારા મોબાઈલ પસંદ કરીને પૈસા ચુકવવાનો સમયે કાઢ્યો રૂપિયા એક, બે અને પાંચના સિક્કાનો મોટો થેલો કાઢી 20 હજારની પરચુરણ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી આસિક્કાઓ બેકાર નહી પણ નોટ જેટલાજ ઉપયોગીછે.

આજકાલ લોકોને 1, 2 અને 5 રૂપિયાના સિક્કા રાખવામાં શરમ આવે છે અને 1-2 રૂપિયાના સિક્કા તો જાણે ગાયબ જ થઈ ગયાછે મોટી મોટી નોટો રાખવામાં લોકો ગર્વ અનુભવેછે પણ હાલ સાવરકુંડલાના રઘુવીર મોબાઈલ ખાતે એક એવો કિસ્સો સામે આવ્યોછે જ્યાં 1, 2 અને 5ના રૂપિયાના સિક્કા રાખી એક વ્યક્તિએ કમાલ કરી બતાવ્યો વિચારવાની વાતએ છે લકે આજકાલ કોઈ પણ વ્યક્તિ પરચુરણ દ્વારા કેટલો અને શું સામાન ખરીદી શકેછે પણ આજે વીસ હજાર રૂપિયાનો મોબાઈલ ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવ્યો હતો બજારમાં કયાંય એક, બે-પાંચના ચલણી સિકકા જોવા જ મળતા નથી સાવરકુંડલા શહેરમાં અને તાલુકામાં પરચૂરણ ચલણી સિકકા 1, 2 અને 5ના દર્શન દુર્લભ થઇ ગયા હોય તેવી પરિસ્થિતિ જન્મીછે ઉંચા વટાવે જ મળતા પરચૂરણ સિકકાઓ વેપારીઓ લેતા હોયછે રૂપીયા એક બેની કિંમતના સિક્કાને ઓગાળી તેમાથી મળતી ધાતુકે તેમાથી બનતા ઘરેણાની કિંમત વધુ આવતી હોય સિક્કા ઓગાળી ધાતુ મેળવવાની પ્રવૃત્તિ પણ થતી હોયછે

Related Posts