સાવરકુંડલામાં જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૪મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.સમૂહ મહાપ્રસાદ, મહાઆરતી, ધર્મસભા યોજાઈ.
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી પાસે બજરંગદાસ બાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય ખાતે સ્વામી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૪ મી જન્મજયંતિ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાઈ. આ પ્રસંગે વિશેષ વાત કરીએ તો જગતગુરૂ રામાનંદાચાર્ય મહારાજ વૈરાગીઓના ચાર સંપ્રદાયમાંના એક રામાનંદી સંપ્રદાયના સંસ્થાપક હતા મધ્યકાલીન ભક્તિ આંદોલનોના આધારસ્તંભ હતા તેમણે રામભક્તિની અજસ ધારાને સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડી તે પહેલા એવા આચાર્ય થયા જેમણે ઉત્તર ભારતમાં ભક્તિનો પ્રચાર કર્યો સ્વામી રામાનંદને રામ ઉપાસનાના ઈતિહાસમાં એક યુગપ્રવર્તક આચાર્ય માનવામાં આવે છે તેમણે સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત દર્શન અને પ્રપત્તિ સિદ્ધાંતને આધાર બનાવી રામાવત સંપ્રદાયનું સંગઠન કર્યું હતું
વૈષ્ણવોના નારાયણ મંત્રની જગ્યાએ રામતારક અથવા ષક્ષર રામમંત્રને સાંપ્રદાયિક દીક્ષાનો બીજમંત્ર બનાવ્યો, સાધનામાં આંતરિક ભાવની શુદ્ધતા પર ભાર મૂક્યો. અસમાનતાનો ભાવ દૂર કરી વૈષ્ણવ મંત્રમાં સમાનતાનું સમર્થન કર્યું. નવધા ભક્તિથી પરાભક્તિને અને પ્રેમ-આસક્તિને વધારે શ્રેયસ્કર બતાવ્યા. એવા રામાનંદી રામાનંદ રામાનંદ આચાર્ય રામાનંદ આચાર્ય મહારાજની ૭૨૪ મી જન્મ જયંતી બજરંગદાસ બાપા રામાનંદ કન્યા છાત્રાલય સાવરકુંડલા ખાતે તાલુકા રામાનંદી સાધુ સમાજનો સમૂહ ભોજન, મહાઆરતી, પૂજન અર્ચન વગેરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો આ ઉજવણીમાં રાજકીય, સામાજિક,ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વધારેમાં વધારે ભક્તો જોડાઈને આ અવસરનો લ્હાવો લીધો હતો એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવેલ.
Recent Comments