અમરેલી

સાવરકુંડલામાં જય ઠાકર યુવા ગૃપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન.. વક્તા શાસ્ત્રી વિજયદાદા જાની

સાવરકુંડલામાં ઉતાવળ હનુમાનપરા વિસ્તારમાં જય ઠાકર યુવા ગૃપ  દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય  અયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના વક્તા શ્રી શાસ્ત્રી શ્રી વિજયદાદા જાની સાવરકુંડલાવાળા રસપાન કરાવતાં જોવા મળે છે. તેમજ કથામાં આવતા દરેક પ્રસંગોમાં શ્રી રામજન્મોહત્સવ, કપિલ જન્મોહત્સવ,નૃસિંહ પ્રાગટ્ય, વામન અવતાર,શ્રી કૃષ્ણ જન્મોહત્સવ, ગોવર્ધન પૂજા,સુદામા ચરિત્ર, રૂક્ષ્મણી વિવાહ,પરીક્ષિત મોક્ષ, જેવાં પ્રસંગોનું ચિતાકર્ષક નિરૂપણ કરીને ભાવિકોને ભાવવિભોર કરતાં જોવા મળ્યા. તારીખ ૧૬/૪/૨૦૨૩ને રવિવારે સાંજે ૭ કલાકે  ઠાકરનો પાઠ યોજાશે જેમાં આંબરડી(પંચાળ)થી ભગત પધારશે તેમજ વેશભૂષા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કથા પ્રસંગે પધારતાં ભાવિકો માટે ખૂબ સુંદર વ્યવસ્થા જય ઠાકર યુવા ગૃપ દ્વારા કરવામાં આવી છે.

Related Posts