સાવરકુંડલામાં જેસર રોડ પર કોરોનાનો એક કેસ નોંધાયો

સાવરકુંડલામાં જેસર રોડ પર એક વ્યક્તિનો કોરોના પોઝીટીવ નોંધાયો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમે તેને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં કોરોનાએ ફરી દેખા દીધા છે. છેલ્લા 11 દિવસમાં કોરોનાનો ત્રીજો કેસ નોધાયો છે.
પ્રથમ અમરેલીના સંકુલ રોડ બાદમાં ત્રણ દિવસ પહેલા રાજુલામાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયો હતો. ત્યારે આજે ફરી એક વખત સાવરકુંડલાના જેસર રોડ પર ઓમકારેશ્વર મંદિર પાસે એક વ્યક્તિને કોરોના પોઝીટીવ નોંધાયો હતો. જેના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.
અહી ડો. રોનક ગોંડલીયા, ડો. જાગૃત ચૌહાણ, ડો. મયુર પારધી અને આનંદભાઈ સરવૈયાએ કોરોના પોઝીટીવ વ્યક્તિને કવોરન્ટાઈન કર્યો હતો. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલ લોકોને શોધવાની કામગીરી હાથ ધરી હતી
Recent Comments