સાવરકુંડલા શહેરના ટ્રાફિકને અડચણરૂપ કરેલા કોમર્શિયલ દબાણો દૂર કરવા સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરાએ નદી કાંઠે આવેલા પાલાધારકોની મીટીંગ બોલાવી અને ગેરસમજણ દૂર કરી જે પાલાનું હાઇકોર્ટ મેટર છે તે પાલા દૂર કરવામાં નહીં આવે પરંતુ કોમર્શિયલ દબાણ અને હાઇકોર્ટના અને નીતિ નિયમ મુજબ જે કોમર્શિયલ દબાણ કરેલા છે તે દૂર કરવામાં આવશે આમ લોકોનો સહકાર માંગ્યો હતો અને પાલાધારકોના મનમાં ઊભી થયેલી ગેરસમજણ દૂર કરવામાં આવી હતી. આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ ૪૦૦ જેટલા પોલીસકર્મીઓ અને જુદા જુદા વિભાગના અધિકારીઓની ટીમ આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરશે.
સાવરકુંડલામાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા અંગે ડીવાયએસપી એ પાલાધારકોની મિટીંગ બોલાવી ગેરસમજણ દૂર કરી


















Recent Comments