સાવરકુંડલામાં થોડા ટાઈમ પહેલા થયેલા ફ્રોડ બાબતે એસ.ડી.એમ.ને આવેદનપત્ર અપાયું…
સાવરકુંડલામાં ગોલ્ડ સ્ટાર હોમ નીડ્સ ઓર્ડર સપ્લાયર્સ નામની મદ્રાસી કંપની ગરીબ સામાન્ય મજૂર વર્ગના લોકોના અંદાજે બે કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી ગુમ થઈ ગઈ છે. આજે ૩૦ દિવસો થયા છતાં પત્તો નથી. એસ.આઇ.ટી.નું ગઠન કરવા રાજ્યપાલને રજૂઆત કરવા એસ.ડી.એમ.ને આવેદનપત્ર અપાયું…
આજથી બે મહિના પહેલા સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ઉપર ગોલ્ડ સ્ટાર હોમ નીડ ઓર્ડર સપ્લાયર્સ નામની એક મદ્રાસી કંપની ગોડાઉન ભાડે રાખી લોભામણી લલચામણી સ્કીમ દ્વારા લોકોને આકર્ષવા લાગી હતી. જેમાં ઇલેક્ટ્રીક, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર,ઘર વપરાશ ની તમામ વસ્તુઓ,જે બજાર કિંમત કરતા ૫૦% ઓછા ભાવે આપતી હોવાથી શહેર અને તાલુકાના હજારો લોકો જેમ મેળો જામ્યો હોય તેમ ઉમટી પડ્યા હતા.
આ બાબત સાવરકુંડલાના પત્રકાર (વ્હીસલ બ્લોઅર) તરીકેની કામગીરી કરતા પ્રતાપ ખુમાણ ના ના ધ્યાન ઉપર આવતા તારીખ ૨૫/૧૦ ના રોજ જિલ્લા કલેકટર અમરેલી,એસપી અમરેલી, એસડીએમ સાવરકુંડલા,ડીવાયએસપી સાવરકુંડલા,મામલતદાર સાવરકુંડલા વગેરેને લેખિત પત્ર દ્વારા તાત્કાલિક આ ચીટર કંપનીની શંકાસ્પદ કામગીરીને રોકવા અરજ કરી હતી. આ વિચિત્ર પ્રકારે ધંધો કરતી કંપનીની વધુ શંકાસ્પદ બાબત એ હતી કે વસ્તુની કિંમત રોકડમાં એડવાન્સમાં લઈ ૧૨ દિવસ બાદ વસ્તુની ડિલિવરી આપતા હતા. જે તે સમયે પ્રતાપ ખુમાણે રૂબરૂ જઈને આ કંપનીના માલિક ઈસ્માઈલ અને મેનેજર ગણેશને આ પ્રકારના બિઝનેસ ની રીત રસમ વિશે સવાલો કરતાં તેઓ ગેંગે ફેફે કરવા લાગ્યા હતા
અને સંતોષકારક ખુલાસા આપી શક્યા ન હતા. આ કંપની વિશે પત્રકાર ખુમાણ દ્વારા મીડિયામાં જે તે સમયે સત્ય હકીકતો ફેલાવવાનું શરૂ કરતાં આ સંચાલકો ડરી જઈને તારીખ ૩૧/૧૦ રાત્રે તમામ માલસામાન ભરી નાસી ગયા હતા. અંદાજે ૪૦૦ જણાની બે કરોડ જેટલી રકમ ડૂબી ગઈ હોવાનો એક અંદાજ છે. આ ઘટનાને આજે એકાદ મહિનાનો સમય થવા છતાં હજી સુધી કાયદાના હાથ આ લૂંટારુઓ સુધી પહોંચી શક્યા નથી. આજે પત્રકાર અને વ્હિસ્સલ બ્લોઅર પ્રતાપ ખુમાણ દ્વારા આ સ્કીમ નો ભોગ બનેલા તમામ પીડિતોને સાથે રાખીને સાવરકુંડલાસબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એક આવેદનપત્ર ગુજરાત રાજ્યના રાજ્યપાલ ના નામે આપવામાં આવ્યું અને તેમાં માંગણી કરવામાં આવી છે
કે આ ટોળકી પરપ્રાંતીય અને આંતરરાજ્ય ગુનાખોરી આચરતી હોવાની શંકા છે,માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઇટીની રચના કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ટોળકીને પકડી ગરીબ લોકોની રકમ પરત આપવા સરકાર યોગ્ય પગલાં લે તેવી લાગણી અને માગણી છે આજે આ આવેદનપત્ર આપતી વખતે પત્રકારો ,સામાજિક આગેવાનો ,વેપારી આગેવાનો, તમામ પક્ષના કાર્યકરો ,સેવાભાવી યુવાનો સહિત અનેક ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments