સાવરકુંડલામાં દિવાળી નિમિત્તે મીઠાઈ તેમજ અનાજ. કરિયાણાની કીટનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યુ
સાવરકુંડલામાં ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ (સાવરકુંડલાવાળા) દ્વારા સાવરકુંડલા શહેરના લોકોને જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ. સાવરકુંડલામાં ચાલતાં ૩ છાશ કેન્દ્રમાં આવતા ૧૪૦૦ પરિવારોને આ સહાય મધ જેવી મીઠી લાગી હતી ભગવાન મહાવીરના અનુયાયી એવા ખેતાણી પરિવાર દ્વારા. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા શહેરના જરૂરિયાતમંદ લોકોને છેલ્લા છ વર્ષથી ૧૪૦૦ પરિવારને નિયમિત છાશનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે
સાવરકુંડલા શહેર માં આવેલ શ્રીતાત્કાલીક હનુમાનજી આશ્રમ તેમજ શ્રી ઉતાવળા હનુમાનજી મંદિર અને શ્રી જલારામ મંદિર ખાતે નિયમિત છાશ કેન્દ્ર ચાલે છે તેમજ સાથોસાથ વર્ષમાં ધાર્મિક પર્વ પર મીઠાઈ, અનાજ,કરિયાણાની કીટનું પણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે આ છાશ કેન્દ્રના સંપૂર્ણ લાભાર્થી એવા મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ સાવરકુંડલાવાળા દ્વારા જરૂરિયાતમંદ લોકોને માનવ સેવાના આ મહાયજ્ઞમાં રાશનકીટનું વિતરણ કરવા આવ્યું હતું
જેમા વરિષ્ઠ પત્રકાર પ્રદીપભાઈ દોશી, બીપીનભાઈ પાંધી, યોગેશભાઈ ઉનડકટ અને હસમુખભાઈ વડેરા, સાવરકુંડલા લોહાણાજ્ઞાતિ અગ્રણી, અરવિંદભાઈ ખીમાણી, દિનેશભાઈ રાંદલ સ્ટીલ, રાજુભાઈ ગોકુલજવેલર્સ, તેમજ જેન્તીભાઈ વાટલીયા, મહેન્દ્રભાઈ કુકડીયા, સતિષભાઈ પાંડે તથા સમગ્ર ટીમ મૈત્રી ડેવલોપર સમગ્ર પરિવારે મીઠાઈ અને અનાજ કરીયાણા કીટનું વિતરણમા સેવાનો અમૂલ્ય લાભ લીધો…
Recent Comments